Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં કામકાજ ઠપ્પ રહેતા કરોડોના વ્યવહારો ખોરવાયા

આજે વિવિધ ટ્રેડ યુનિયનો દેશવ્યાપી હડતાળઃ સેવાઓને અસરઃ

                                                                                                                                                                                                      

આજે દેશભરમાં વીજ કંપની, ખેડૂત સંસ્થા, બેંક વિગેરે સહિત ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જામનગરમાં પણ આજની હડતાલની અસર જોવા મળી હતી, બેંકો બંધ રહેતા બેન્કીંગ સેવામાં વિક્ષેપ ઊભો થયો છે. વર્તમાન કેન્દ્ર સરકારની નીતિ-રીતિ સામે કેન્દ્ર સરકારની અમુક કચેરીના કામદાર સંગઠનો દ્વારા તા. ૧ર અને ગુરુવારે એક દિવસની હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને કર્મચારી હિત વિરોધી સુધારાઓ, ખાનગીકરણ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરના વીમા, બેંક, વીજકંપની, એલઆઈસી સહિતના વિભાગોના અમુક કર્મચારીઓ હડતાળમાં જોડાતા સેવામાં વિક્ષેપ ઊભો થયો છે. જામનગરમાં આજે મુખ્યત્વે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાતા બેંકમાં કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી. દેશવ્યાપી હડતાળમાં જામનગરમાંથી રાષ્ટ્રીયકૃત બેંકોના સેંકડો કર્મચારીઓ જોડાયા હતાં, અને ગઈકાલે સાંજે બેંકકર્મીઓએ યુકો બેંક પાસે એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યા હતાં.તેમ ગુજરાત બેંક વર્કસ યુનિયનના જિલ્લા સંગઠન મંત્રી કુલિન ધોળકિયાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh