Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષની ફરિયાદ પરથી સાત સામે ગુન્હો નોંધાયોઃ
જામનગર તા. ૩૦: જામનગરના દિગ્વિજય પ્લોટમાં શ્વાન તગેડવાની બાબતે બે પાડોશી જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક મહિલા સહિત સાત સામે પણ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટની શેરી નં.પ૮માં કાનાનગરની શેરી નં.૧માં રહેતા હીનાબેન શંકરલાલ જોષી નામના મહિલા મંગળવારે રાત્રે પોતાની શેરીમાં બેઠા હતા ત્યારે તેમના પાળીતા શ્વાનને અશોક દિનેશભાઈ ભાનુશાળી હેરાન કરતો હતો તેને તેમ કરવાની ના પાડતા અશોકે ગાળો ભાંડ્યા પછી ફોન કરીને બોલાવતા રાજા દિનેશભાઈ, અમિત ભાનુશાળી, શૈલેષ કાંતિલાલ ભાનુશાળી આવી ગયા હતા.
આ વ્યક્તિઓએ ગાળો બોલવાનું શરૂ કરતા મહેકે પોતાના મામા દીપક તથા જયેશભાઈને બોલાવતા તેમના પર ધોકાથી હુમલો કરાયો હતો. હીનાબેન તથા મહેક વચ્ચે પડતા અમિતે ફડાકા ઝીંક્યા હતા અને ઢીકાપાટુથી માર માર્યાે હતો.
ઉપરોક્ત ફરિયાદની સામે અશોક દિનેશભાઈ દામાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યંુ છે કે, હીનાબેન પોતાના પાળતુ શ્વાનથી અશોકની પુત્રીને ડરાવતા હોય, અશોકભાઈ તેને તગેડવા જતાં હીનાબેને તેઓને ધક્કો મારી પછાડ્યા પછી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને દીપક તથા જયેશે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો તેમજ દીપકે શ્વાનને તગડતા નહી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને ફરિયાદ પરથી એક મહિલા સહિત સાત સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial