Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેજર ધ્યાનચંદની જન્મ જયંતી 'રાષ્ટ્રીય ખેલ દિવસ' નિમિત્તે
જામનગર તા. ૩૦: ભારતીય હોકીના સુપ્રસિદ્ધ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી 'રાષ્ટ્રીય ખેલ દિવસ' નિમિત્તે જામનગર જિલ્લાના ધ્રોળમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે 'સાંસદ ખેલ મહોત્સવ-ર૦રપ'નો પ્રારંભ કરાવ્યો હતો. આ મહોત્સવમાં વિવિધ પ્રકારની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કન્વેન્શનલ રમતો જેવી કે ૪૦૦ મીટર દોડ (મહિલા), ૮૦૦ મીટર દોડ (પુરુષ), સંગીત ખુરશી, વોલીબોલ, ક્રિકેટ (ભાઈઓ-બહેનો), કુસ્તી અને બાસ્કેટબોલ (જિલ્લા કક્ષાએ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રેડિશનલ રમતો જેવી કે ખો-ખો, કબડ્ડી, રસ્સાખેંચ અને નારગોલ પણ આ મહોત્સવનો ભાગ છે. દિવ્યાંગો માટે ખાસ પ૦ મીટર ટ્રાયસિકલ રેસ (જિલ્લા કક્ષાએ, ઓફલાઈન રજિસ્ટ્રેશન) નું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવમાં ભાગ લેવા ઈચ્છતા જામનગર લોકસભા વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી જિલ્લા તથા પડધરી તાલુકાના અમુક ગામોના ખેલાડીઓએ વેબસાઈટ પર ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જે ર૯-૮-ર૦રપ થી શરૂ થયેલ છેે. અને જેની છેલ્લી તારીખ ર૦-૯-ર૦રપ રહેશે. આ મહોત્સવ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial