Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરે જઈ ત્રણ શખ્સે પોલીસ ફરિયાદ ન કરવા કહ્યું...
જામનગર તા. ૧૧: જામનગર નજીકના ચંગા ગામમાં રવિવારે રાત્રે યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ઢોલ વગાડતા વૃદ્ધને મળેલી ઘોરની રકમ લેવા ગયેલા એક વ્યક્તિને ઢોલીએ તેમાંથી પૈસા આપવાની ના પાડતા તેઓને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા પછી ઢીકાપાટુથી માર મરાયો હતો. તે પછી ગઈકાલે ત્રણ શખ્સે આ વૃદ્ધના ઘરે જઈ તેમના પરિવારના મહિલાઓને ગાળો ભાંડી પોલીસ ફરિયાદ ન કરવા ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચંગા ગામમાં ઈન્દિરા આવાસ પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતા અને લગ્નપ્રસંગોમાં ઢોલ વગાડવાનું કામ કરતા વિરમભાઈ ભોજાભાઈ પીંગળ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ રવિવારે રાત્રે ચંગા ગામમાં જ યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા.
આ વેળાએ કેટલાક વ્યક્તિઓએ ચલણી નોટ ઉડાડી હતી અને વિરમભાઈએ તે રકમ એકઠી કરી એક થેલીમાં મૂકી હતી. તેમાંથી ચંગા ગામના પ્રવીણસિંહ ભીખુભા પીંગળે પૈસા લેવાનો પ્રયાસ કરતા વિરમભાઈએ થેલી લઈ લીધી હતી. તેથી પ્રવીણસિંહે આ વૃદ્ધને ત્યાં જ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા શબ્દો ઉચ્ચાર્યા હતા અને ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો.
ત્યારપછી વિરમભાઈના ભાઈ ભીખાના ફોનમાં કોલ કરી પ્રવીણસિંહે ગાળો ભાંડવા ઉપરાંત ગઈકાલે બપોરે વિરમભાઈના ઘરે ધસી ગયેલા પ્રવીણસિંહ ભીખુભા, ભરતસિંહ કેશુભા, અજીતસિંહ મઘાજી પીંગળે ગાળો ભાંડી પોલીસમાં ફરિયાદ ન કરતા, નહી તો જોઈ લઈશું તેવી ધમકી આપી હતી. વિરમભાઈએ પંચકોશી બી ડિવિઝનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય શખ્સ સામે એટ્રોસિટી એક્ટ તથા બીએનએસની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial