Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના શિવરાજપુરમાં યોજાયો ઐતિહાસિક મલ્લકુસ્તી મેળો

રાજ્યભરમાંથી સ્પર્ધકો આવ્યાઃ વિવિધ વયજૂથના ૧૩ ખેલાડીઓને ઈનામો અપાયાઃ ૫૦૦ વર્ષ જુની પરંપરા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા.૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુરમાં મલ્લકુસ્તી મેળો-૨૦૨૫ યોજાયો હતો. જેમાં સમગ્ર રાજ્યનાં સ્પર્ધકોમાંથી અલગ અલગ વયજુથના વિજેતા ૧૩ ખેલાડીઓને રોકડ ઈનામથી પુરસ્કૃત કરાયાં હતાં.

ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલીત પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા - ૨૦૨૫ની સ્પર્ધા દ્વારકા તાલુકાના શિવરાજપુરમાં યોજાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા રમતગમત અધિકારી દ્વારા પરંપરાગત મલ્લકુસ્તી સ્પર્ધા અને પ્રતિભાશાળી ખેલાડીઓ પસંગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા૨૦૨૫માં ગુજરાતનાં તમામ જિલ્લાઓ માંથી જુદા જુદા વયજૂથમાં કુલ ૮૫૦ થી વધારેખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં અલગ અલગ વયજૂથનાં મળીને કુલ કુલ ૧૩ ખેલાડીઓ વિજેતા થયા હતાં.

પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા ૮ થી ૧૨ વયજૂથમાં પ્રથમ ક્રમ પરમાર શિવ જયતિ, દ્વિતીય ક્રમ સુમણીયા જયેશ અને તૃતીય ક્રમ ચમડીયા સોભરાજ, જ્યારે ૧૩ થી ૧૭ વયજૂથમાં પ્રથમ ક્રમ દીપક ગોપાલ સોલંકી, દ્વિતીય ક્રમ હાથલ ધનરાજ અને તૃતીય ક્રમ સુથાર નીકુલ રૂપાજી, તેમજ ૧૮ થી ૨૨ વયજૂથમાં પ્રથમ ક્રમ પ્રજાપતિ કરણ બી, દ્વિતીય ક્રમ સુમણીયા ડુંગરભા અને તૃતીય ક્રમ સોની નિલય, ઓપન વયજૂથમાં પ્રથમ ક્રમ જયેશભાઈ ચોધરી,દ્વિતીય ક્રમ પ્રજાપતિ કરણ બી અને તૃતીય ક્રમ જયેશભાઈ ચોધરી વિજેતા થયાં હતાં. જે વિજેતાઓને સરકારશ્રી દ્રારા ૮ થી ૧૨ અને ૧૩ થી ૧૭ વયજૂથમાં પ્રથમ ક્રમે ઇનામ રૂ.૧૦ હજાર, દ્વિતીય ક્રમે ઇનામ રૂ.૭ હજાર તેમજ તૃતીય ક્રમે ઇનામ રૂ.૫ હજાર, ૧૮ થી ૨૨ વયજૂથમાં  પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે રૂ.૧૨ હજાર, ૧૦ હજાર અને ૮ હજાર, ઓપન કેટેગરીમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે રૂ.૧૫ હજાર, ૧૨ હજાર અને ૧૦ હજાર આપવામાં આવ્યું હતું તેમજ ખેલાડીઓને મેડલ, ટ્રેકશૂટ, ટીશર્ટ, ટ્રોફી,અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

વધુમાં વિજેતા ખેલાડીઓને જાહેર જનતામાંથી પણ પ્રોત્સાહન સ્વરૂપે સ્થળ પર વિવિધ રોકડ રકમોના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સ્પર્ધા સાથે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા ૮ થી ૧૨ વયજૂથ માં ૨૦ જેટલા ખેલાડીઓની પસંદગી કરેલ છે જે ખેલાડીઓને સરકાર દ્વારા ચાલતી વિવિધ રમત ગમતલક્ષી ચાલતી યોજનાઓના લાભ અપાશે.

રાજાશાહીના સમયથી  ચાલતી પરંપરા

દ્વારકા નજીક શિવરાજપુર ગામે આવેલ હઝરત જાકુપીર ડાડાની દરગાહના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૦૭-૦૯-૨૦૨૫ને રવિવાર, ભાદરવી પૂનમના સ્થાનીય રણબંકાઓના શૌર્યનું કૌશલ્ય દેખાડતા મલ્લકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. સ્થાનીય વયોવૃદ્ધ વડીલોના મતે આ મલ્લ કુસ્તી મેળો આશરે ૫૦૦ વર્ષ ઉપરાંતથી રાજાશાહી વખતથી પરંપરાગત રીતે થતો આવ્યો છે જેમાં ઓખામંડળના પૌરાણિક ઈતિહાસમાં પણ આ કુસ્તીમેળામાં ભાગ લેનાર શુરવીરોમાંથી સેનામાં ભરતી થતી હોવાની પ્રચલિત લોકવાયિકા છે. આ કુસ્તીમેળાની વિશેષતા એ છે કે, અહીં ઓખામંડળ તેમજ બારાડી, બરડા પંથકના સ્થાનીય હિન્દુઓ તથા મુસ્લિમ બિરાદરો એક જ સ્થળે પોતપોતાનું શૌર્ય કૌશલ્ય દેખાડવા ભાદરવી પૂનમે એકઠા થાય છે. જે નિહાળવા પણ હજારો ગ્રામીણો એકઠા થાય છે. હિન્દુ મુસ્લિમ કોમી એખલાસના પ્રતિક સમી પૌરાણિક પરંપરા ૫૦૦ વર્ષ પછી પણ જળવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh