Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ત્રણ-ચાર દિવસે જળ વિતરણ થતા અનેક વિસ્તારોમાં પ્રગટયો જનાક્રોશ

આઠ દિવસમાં ત્રણ વાલ્વ બગડયાઃ જવાબદાર કોણ ?

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયાની પાણી પુરવઠા વ્યવસ્થા એક સમયે ખૂબ જ સારી તથા જિલ્લામાં સૌથી શ્રેષ્ઠ હતી પણ કેટલાક દિવસથી આ વ્યવસ્થા ગોટે ચડતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં ગઈકાલે પાણી વિતરણનો વારો હતો જેમાં વાલ્વ ખોલવા જતાં વાલ્વ તૂટી જતાં ગઈકાલે પાણી વિતરણ ના થયું હતું. આ તુટેલો વાલ્વ આજે પણ કાઢવામાં ના આવતા કયારે વાલ્વ કાઢે અને રીપેર કરીને નાખે તે હજુ નક્કી ના થતાં લોકો પરેશાન થઈ ગયા હતા. એકાંતરા પાણી વિતરણ થતું તેમાં રામનાથ સોસાયટી, રાવલીયા પાડા સહિતના વિસ્તારોમાં આજે ત્રીજે દિવસે પણ પાણી ના આવતા તથા આવતીકાલે ચોથા દિવસે આવે તો આવે તેવી સ્થિતિ થતા લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે તથા પાલિકા સદસ્યોને પણ મોટી સંખ્યામાં ફરિયાદો થતાં ચીફ ઓફિસર સુધી મામલો પહોંચ્યો હતો. જેમણે તાકીદે સમારકામનો આદેશ આપ્યો છે.

ખંભાળિયા પાલિકા પાણી વિતરણ વ્યવસ્થામાં અઠવાડીયામાં ત્રણ વાલ્વ બગડયા હતા. પ્રથમ ઘી ડેમ પાસે મેઈન લાઈનમાં વાલ્વ બગડયો પછી જડેશ્વર સોસાયટીમાં વાલ્વ બગડયો તેનું રીપેરીંગ આજે સવાર સુધી થયું નથી અને રામનાથ સોસાયટીનો વાલ્વ બગડયો આ પણ તપાસનો મુદે બન્યો છે તો એકાંતરા રેગ્યુલર પાણી વિતરણ વ્યવસ્થામાં અનેક વિસ્તારો ડબલ સમયમાં ચાર દિવસે એક વખત પાણી આવતું થતાં ભારે રોષની લાગણી પણ ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh