Advertisement
Author: નોબત સમાચાર

એડવાન્સ ટેકનિક્સ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી સરળ બનાવતા શાળા નં. ૪પ ના શિક્ષકનું સન્માન

પરેશભાઈ સહેત્યાની કામગીરીને તંત્ર દ્વારા બિરદાવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના શિક્ષકો માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વહીવટી કામગીરીમાં પણ પોતાની સુઝબુઝથી શ્રેષ્ઠતા સાબિત કરી રહ્યા છે. ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસતારમાં બીએલઓ તથા અન્ય સ્ટાફની કામગીરીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે એડવાન્સ ટેકનિક્સ અને સોફ્ટવેરનો અસરકારક ઉપયોગ કરનાર મદદનીશ શિક્ષક શ્રી પરેશ કે. સહેત્યાની સરાહનીય કામગીરીને તંત્ર દ્વારા બિરદાવવામાં આવી છે.

શાળા નં. ૪પ મા ફરજ બજાવતા પરેશભાઈએ પોતાની ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરી જટિલ કામગીરીને અત્યં સરળ અને વેગવંતી બનાવી હતી.તેમની આ નિષ્ઠા અને નવતર અભિગમ બદલ જામનગરના આસિસ્ટન્ટ કલેક્ટર સુશ્રી અદિતિ વાર્ષને, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોત્તમભાઈ કકલાણી તેમજ શાસનાધિકારી શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલના હસ્તે તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સરકારી કામગીરીમાં જ્યારે ટેકનોલોજીનો આવો સકારાત્મક સમન્વય થાય છે, ત્યારે સમયની બચત સાથે પરિણામ પણ સચોટ મળે છે. પરેશભાઈની આ કામગીરી અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. આ સન્માન બદલ શિક્ષણ જગત અને સાથી કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh