Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં રૂપિયા પચ્ચાસ કરોડના ખર્ચે નિર્માણ થશે અતિ આધુનિક નંદીઘર

દસ હજાર નંદીઓની ક્ષમતા સાથે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૧: દ્વારકામાં આગામી દિવસોમાં આશરે દસ હજાર જેટલા નંદીઓનો સમાવેશ થાય તે રીતે આધુનિક સુવિધાસભર નંદીઘરનું નિર્માણ કરાશે. દ્વારકાના સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિજ્ય બુજડના સન્નિષ્ઠ પ્રયાસોથી દ્વારકા વિસ્તારને અદ્યતન નંદીઘરની ભેટ મળશે. આ અંગે આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળતાં તેમણે નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, ચીફ ઓફિસર અશ્વિન ગઢવી તરફથી આવેલ દરખાસ્તને હકારાત્મક પ્રતિસાદ આપતા તાત્કાલીક ધોરણે નંદીઘરના પ્રોજેકટ માટે લગત ખાતાને જરૂરી સૂચનો કરેલ. આશરે ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર નંદીઘરમાં બાવીસ શેડ, સીસીટીવી મોનીટરીંગ, ડોકટર્સ કવાર્ટસ અત્યાધુનિક હોસ્પિટલ, લેબર બિલ્ડીંગ, સૌર ઊર્જા, એનીમલ એમ્બ્યુલન્સ, પાંચ લાખ લીટરની ક્ષમતાનો પાણીનો ટાંકો, બીજદાન પ્રક્રિયા સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે. મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત સમયે જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, નગરપાલિકાના ઉપપ્રમુખ વિજયભાઈ માણેક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh