Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંતે ઘી ના ઠામમાં ઘી !
ખંભાળીયા તા. ૩: ખંભાળીયા પાલિકાના કારોબારી ચેરમેનની આગેવાનીમાં ચીફ ઓફિસરને બદલવા કેટલીક મોટી સહીઓ સાથે સ્ફોટક પત્ર લખાયો હતો. જેમાં ખોટી સહીઓ હોય, નગરપાલિકાના લેટરપેડ તથા જાવક નંબરનો ઉપયોગ થયો હોય, આ બાબતમાં તથા અન્ય કેટલાક કાર્યો અંગે પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા પાલિકા ઈજનેર એન.આર. નંદાણીયાને છુટા શા માટે ન કરવા તેવી નોટિસ અપાતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જે પછી ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા આવા ઘર્ષણ કરીને પાલિકાના વિકાસકાર્યોમાં અવરોધ ન પડે તે જોવા સૂચના આપતા તથા પાલિકાના કર્મચારીઓની જહેમતથી અંશતઃ સમાધાન થયું છે. જો કે, કાગળની પ્રક્રિયા ચાલુ રહેશે, પણ હાલ પૂરતું ઘર્ષણ તથા પાલિકામાં તંગ સ્થિતિ હલ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial