Advertisement
Author: નોબત સમાચાર

એ.કે. દોશી વિદ્યાલયનો અગિયારમો રમતોત્સવ

મહાનુભાવોની હાજરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: ભવન્સ શ્રી એ.કે. દોશી વિદ્યાલય (અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ) દ્વારા સ્કૂલના પટાંગણમાં તા. ૩૧-૧-ર૦ર૬ તથા તા. ૧-ર-ર૦ર૬ ના 'અગિયારમા રમતોત્સવ'ની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં બન્ને માધ્યમના આશરે ૧પ૦૦ થી વધુ કે.જી.થી ધો. ૧ર સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ, વિવિધ પ્રકારની રમતો, માસ ડ્રીલ, યોગ, પીરામીડ, ઝુમ્બા, જીમનાસ્ટિક, બાઈક સ્ટંટ્સ મ્યુઝિકલ બેન્ડ જેવી અદ્ભુત રજૂઆતો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. આશરે ત્રણેક કલાકના આ બન્ને દિવસના કાર્યક્રમમાં દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના પ્રિન્સિપાલ તથા તમામ શિક્ષકગણે ભારે જહેમત ઊઠાવી હતી.

આ પ્રસંગે પ્રથમ દિવસે મુખ્ય અતિથિ તરીકે જામનગરના ખ્યાતનામ કાર્ડિયોથોરાસીસ સર્જન ડો. સુરપીત ચોપડા, અતિથિવિશેષ તરીકે લેખિકા અને ગુજ. યુનિ.ના પૂર્વ ચેરમેન ડો. રંજના હરિશ અને બીજા દિવસે અતિથિવિશેષ તરીકે ગુજરાત રાજ્ય વિધાનસભા જામનગર-૭૯ દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સંસ્થાના મેનેજીંગ કમિટીના ચેરમેન મહેશભાઈ સારડા, ટ્રેઝરર રજનીકાંતભાઈ પાગડા ભવન્સ શ્રી એચ.જે. દોશી ઈન્ફોટેક કોલેજના આચાર્ય તોસિફખાન પઠાણ વિગેરેએ હાજરી આપી બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh