Advertisement
Author: નોબત સમાચાર

ચાલીને દ્વારકા જવા નીકળેલા યુવાનને રાણા રોઝીવાડા પાસે બાઈકની ટક્કરઃ મૃત્યુ નિપજ્યું

અકસ્માત સર્જી બાઈક મૂકી ચાલક પલાયનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના એક યુવાન તથા તેમના પત્ની ચાલીને દ્વારકા જવા માટે નીકળ્યા પછી બુધવારે રાત્રે રાણા રોઝીવાડા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે આ યુવાનને એક બાઈકે હડફેટે લીધા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોવિદંભાઈ વરવાભાઈ સીસોટીયા તથા તેમના પત્ની જમનાબેન પોતાના ગામથી ચાલીને દ્વારકા દર્શનાર્થે જવા માટે નીકળ્યા હતા.

ઉપરોક્ત વ્યક્તિઓ બુધવારે રાત્રે સાડા આઠેક વાગ્યે રૂપામોરા ગામથી આગળ રાણા રોઝીવાડા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે આરજે-૩૦-એસએક્સ ૪૮૦૧ નંબરનું બાઈક પુરઝડપે ધસી આવ્યું હતું. તેના ચાલકે ગોવિંદભાઈને હડફેટે લેતા આ યુવાનને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

અકસ્માત સર્જી પોતાનું બાઈક મૂકીને નાસી ગયેલા તેના ચાલક સામે મૃતકના મોટાભાઈ નારણભાઈ વરવાભાઈ સીસોટીયાએ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh