Advertisement
Author: નોબત સમાચાર

બારામતી મતવિસ્તારમાંથી ૭ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં, અને ત્યાં જ થઈ દુર્ઘટના!

૬ વખત નાયબ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૮: ખાસ વાત એ છે કે, આ દુર્ઘટના તેમના જ મતવિસ્તાર મારામતીમાં થઈ હતી, જ્યાંથી અજીત પવાર સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ર૦રપ ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે આ જ બેઠક પર પોતાના ભત્રીજા યુગેન્દ્ર પવારને હરાવીને ભવ્ય જીત મેળવી હતી.

રર જુલાઈ ૧૯પ૯ ના જન્મેલા અજિત પવારને રાજકારણ વારસામાં આવ્યું હતું અને માત્ર ર૩ વર્ષની વયે તેઓ સહકારી સુગર ફેક્ટરીના બોર્ડમાં જોડાઈને સક્રિય થયા હતાં. મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવાર એવા નેતા તરીકે ઓળખાતા જેમને ક્યારેય સત્તાથી દૂર કરી શકાયા નથી. તેઓ ૧૯૯૧ માં બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા હતાં અને ત્યારપછી ૧૯૯પ થી સતત વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા હતાં. તેઓ છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે બિરાજ્યા હતાં, જે એક રેકોર્ડ છે.

તેમની કારકિર્દી દરમિયાન તેમણે સિંચાઈ, ગ્રામીણ વિકાસ અને જળ સંસાધન જેવા મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. મહારાષ્ટ્રના રાજકારણનો એક અત્યંત પ્રભાગશાળી અધ્યાય આજે આ રીતે અકાળે સમાપ્ત થયો છે.

પોતાની સખત મહેનત અને સમર્પણ દ્વારા અજિત પવારે મહારાષ્ટ્રમાં શરદ પવારના રાજકીય વારસદાર તરીકે પોતાને સ્થાપિત કર્યા. તેમણે ૧૯૯પ માં પૂણે જિલ્લાના બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમ ધારાસભ્ય બન્યા. મહારાષ્ટ્રના રાજકારણ પર પોતાની પકડ મજબૂત કરી. ત્યારથી તેઓ ૧૯૯પ, ૧૯૯૯, ર૦૦૪, ર૦૦૯, ર૦૧ર, ર૦૧૯ અને ર૦ર૪ માં સતત ટર્મ જીતીને આ મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમણે માત્ર પોતાની રાજકીય કારકિર્દીમાં જ નહીં, પણ મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાનો પ્રભાવ પણ સ્થાપિત કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh