Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાના જ્હાજોને ડૂબાડવામાં ઈરાન સક્ષમઃ ખામેનેઈ

યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ જ્હાજને ડૂબાડતી તસ્વીર!

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૧૮: અમેરિકાની ધમકી પછી ઈરાને પણ યુદ્ધની તૈયારી કરી હોવાના સંકેતો આપ્યા છે, અને સુપ્રિમ લીડર ખામેનેઈએ મજાક કરતા કહ્યું છે કે, અમેરિકાનું યુદ્ધ જ્હાજ સમુદ્રમાં જ ડૂબાડી દઈશું.

અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે ખૂબ જ વધી ગયો છે અને બન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાનના સૌથી મોટા નેતા આયાતુલ્લા ખામનેઈએ અમેરિકાને સીધી ધમકી આપતા કહ્યું છે કે, જો અમેરિકા હુમલો કરશે તો ઈરાન પાસે એવા શક્તિશાળી હથિયારો છે જે અમેરિકાના મોટા-મોટા યુદ્ધજ્હાજોને પણ પલભરમાં સમુદ્રમાં ડૂબાડી દેશે.

ખામેનેઈએ સોશિયલ મીડિયા પર અમેરિકાના સૌથી મોટા અને આધુનિક ગણાતા 'યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ' જહાજને પાણીમાં ડૂબતું બતાવતી એક તસ્વીર મૂકીને ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ટડાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભલે અમેરિકા પાસે મોટા જહાજો હોય, પણ ઈરાન પાસે તેને નષ્ટ કરી શકે તેવી મિસાઈલો તૈયાર છે. ઈરાનનો આ ઈશારો બતાવે છે કે તે અમેરિકાના કોઈપણ સૈન્ય દબાણ સામે ઝુકવા તૈયાર નથી અને પૂરી તાકાતથી જવાબ આપવા માટે સજ્જ છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ મિડલ ઈસ્ટમાં પોતાની સૈન્ય તાકાતમાં અચાનક મોટો વધારો કર્યો છે. છેલ્લા ર૪ કલાકમાં અમેરિકાએ એફ-રર, એફ-૩પ અને એફ-૧૬ જેવા પ૦ થી વધુ આધુનિક લડાયક વિમાનો અને ઈંધણ ભરનારા ટેન્કરોની તૈનાતી કરી છે.

ટ્રમ્પ દ્વારા એરક્રાફ્ટ કેરિયર મોકલવાની જાહેરાત પછી ઈરાને હવે જાહેર કરી દીધું છે કે જો અમેરિકા હુમલો કરશે તો તે વળતો પ્રહાર કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.

નિષ્ણાતો માને છે કે ઈરાને આ રીતે તેની શક્તિશાળી એન્ટી-શિપ મિસાઈલ સિસ્ટમનો ઈશારો કર્યો છે. એક તરફ યુદ્ધ જેવી સ્થિતિ છે, તો બીજી તરફ શાંતિના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ઓમાનની મધ્યસ્થતાથી જિનીવામાં બન્ને દેશો વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર બીજા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. ઈરાની વિદેશ મંત્રીએ આ વાટાઘાટોને સકારાત્મક ગણાવી છે.

જો કે, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે કેટલીક બાબતો પર સહમતી બની હોવા છતાં ઈરાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવેલી 'રેડ લાઈન્સ' સ્વીકારવા તૈયાર નથી. હાલ બન્ને દેશો વચ્ચેની આ નિવેદનબાજીએ મિડલ ઈસ્ટમાં ગંભીર સ્થિતિ પેદા કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh