Advertisement
Author: નોબત સમાચાર

ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઈનલ મેચ સાથે સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ

જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલે યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા બન્ને જિલ્લાને સાંકળતા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રમતોની સ્પર્ધાઓ પૂર્ણ થઈ ચૂકી છે.

જેમાં ૧૦ ટ્રેડીશ્નલ અને મધર સ્પોર્ટસની સ્પર્ધાઓમાં અંદાજે ત્રણ લાખ ભાઈઓ-બહેનો-વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહોત્સવ અંતર્ગત પ૧ર જેટલી ટીમો વચ્ચે રમાઈ રહેલી ડે-નાઈટ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઈનલ મેચ સાથે સમગ્ર ખેલ મહોત્સવનું સમાપન થશે.

આવતીકાલે તા. ૮-ર-ર૦ર૬ ના સાંજે ૭ વાગ્યે પ્રદર્શન મેદાનમાં ગડુ ગામની રામ ઈલેવન અને ખંભાળિયાની કેકેસી ઈલેવન વચ્ચે આ રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટનો મેગા ફાઈનલ મેચ રમાશે.

સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં રંગારંગ કાર્યક્રમ રજૂ થશે તેમજ ભવ્ય આતશબાજી કરવામાં આવશે. સાંસદ ખેલ મહોત્સવના વિજેતાઓને ઈનામવિતરણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh