Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ વ્યાજની માગણી કરી ચેક રિટર્ન કરાવાયોઃ
જામનગર તા. ૩: જામનગરના એક યુવાને છ વર્ષ પહેલાં રૂ।.પ૦ હજાર રોજના રૂ।.૫૦૦ વ્યાજપેટે ગણી હાથઉછીના લીધા પછી રૂ।.૩ લાખ ૬૦ હજાર ચૂકવ્યા હોવા છતાં તેઓનો સિક્યુરિટીમાં રહેલો ચેક રૂ।.૧ લાખ ર૦ હજારની રકમ ભરી બેંકમાં રજૂ કરાતા અને આ ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાતા આ યુવાને ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખંભાળિયા નાકા વિસ્તાર પાસે આવેલા નાગરપરામાં રહેતા હીરેનભાઈ નટવરલાલ જોઈસર નામના યુવાનને વર્ષ ૨૦૧૯માં પૈસાની જરૂરિયાત ઉભી થતાં તેણે રૂ।.૫૦ હજાર ગોકુલનગર જકાતનાકા નજીક વસવાટ કરતા અનિલ વિનોદભાઈ ઉમરાડીયા પાસેથી વ્યાજે લીધા હતા. તેનું રોજનું રૂ।.પ૦૦ વ્યાજ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું અને તે મુજબ હીરેનભાઈએ રૂ।.૩૦ હજાર ચૂકવી આપ્યા હતા.
ત્યારપછી બાકી રહેતા રૂ।.૨૦ હજાર માટે પણ વ્યાજ ચૂકવતા હીરેનભાઈએ બે વર્ષ સુધી વ્યાજ ચૂવકી કુલ રૂ।.૩ લાખ ૬૦ હજાર આપી દીધા હતા. તેમ છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરી અનિલ વિનોદભાઈ ચેક રિટર્ન કરાવવાની ધમકી આપતા હતા અને ગયા જુલાઈ મહિનામાં રૂ।.૧ લાખ ર૦ હજારની રકમ ભરી અનિલભાઈએ ચેક બેંકમાં રજૂ કરી દેતા ચેક રિટર્ન થયો હતો તેથી હીરેનભાઈ સામે કોર્ટમાં ફરિયાદ પણ કરાઈ હતી. વ્યાજખોરીથી કંટાળી આખરે હીરેનભાઈએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial