Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવાઈચોકમાં મોટા સ્ક્રિન પર જિવંત પ્રસારણમાં ક્રિકેટપ્રેમીઓ ઉભરાયાઃ હાથમાં તિરંગો લઈને ઉજવણી
જામનગર શહેરમાં ગઈકાલે મહાશિવરાત્રિના તહેવારની સાથે સાથે ટી ટવેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ પ્રોફાઈલ મેચમાં ભારતે પાકિસ્તાનના ભૂંડા હાલ કર્યા હતા, અને શાનદાર જીત મેળવી હતી, તેનો જશ્ન જામનગર શહેરમાં ખાસ કરીને જોવા મળ્યો હતો. ગઈકાલે મહાશિવરાત્રીના પર્વને લઈને શહેરમાં શોભાયાત્રા ના માર્ગો પરથી ડી.જે. પર ભગવાન શિવજીની ધૂન વાગી રહી હતી, જેની સાથે સાથે ભારતની જીત બાદ કેટલાક ક્રિકેટ પ્રેમીઓએ દેશભક્તિની ધૂન સાથે ભારતની જીતનો જશ્ન મનાવ્યો હતો. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં મોટા સ્ક્રિન પર ભારત અને પાકિસ્તાનની મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓથી હવાઈ ચોક ઉભરાઈ ગયો હતો, અને ભારતે શાનદાર ૧૭૫ રન બનાવ્યા, ત્યારે ચોકકા છક્કાની રમઝટમાં દર્શકોએ ખુશી વ્યક્ત કરી હતી, ત્યારબાદ બીજા દાવમાં પાકિસ્તાનની ટપોટપ વિકેટ પડતી ગઈ, ત્યારે દરેક ક્રિકેટ પ્રેમીઓની ચિચિયારીથી સમગ્ર હવાઈચોક વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, અને ભારતની જીત બાદ ભવ્ય આતશબાજી કરાઈ હતી, અને દેશભક્તિના નારા ગજવ્યા હતા, ત્યારે હવાઈચોક વિસ્તારમાં શિવમય વાતાવરણની સાથે સાથે દેશ પ્રેમની પણ ઝલક જોવા મળી હતી. ભારતની જીત બાદ રાત્રિના ૧૧ વાગ્યા પછી જામનગર શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગો ઝંડો લઈને બાઈક પર નીકળી પડ્યા હોય એવા દૃશ્યો પણ જોવા મળ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial