Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને હાની કરે તેવો વીડિયો વાયરલ કરનાર સામે સિક્યુરિટી ઈન્ચાર્જની ફરિયાદ

કર્મચારી-અધિકારીઓ ફરજ નથી બજાવતા તેવો ભય ફેલાવ્યાની કેફિયતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના ગાંધીનગર પાસે મચ્છરનગરમાં બનાવવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક શખ્સે જામનગર મહાનગરપાલિકાના કર્મચારી, અધિકારીઓ ફરજ નથી નિભાવતા તેવું જણાવાયા પછી ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના ઈન્ચાર્જ સિક્યુરિટી ઓફિસરે વીડિયો બનાવનાર વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી લોકોમાં અફવા ફેલાવવા ઉપરાંત જામનગર મહાનગરપાલિકાને ઘણી બધી રીતે નુકસાન થાય તેવું કૃત્ય કરવા બદલ અપરાધ આચર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

જામનગરના સોશિયલ મીડિયા પર થોડા દિવસ પહેલાં જામનગરના ગાંધીનગર પાસેના મચ્છરનગરમાં ઉતારવામાં આવેલો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જયદીપસિંહ ઝાલા ઉર્ફે ઝભ્ભો ઉર્ફે મહાકાલ નામના શખ્સે જામનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન થાય તે પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કર્યંુ હતું.

ઉપરોક્ત વીડિયો વાયરલ થયા પછી ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના ઈન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર અનવરભાઈ હુસેનભાઈ ગજ્જણે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયદીપસિંહ ઉર્ફે મહાકાલ સામે બીએનએસની કલમ ૩૫૩ (૧) (બી), ૩૫૩ (ર), ૩૫૬ (ર) હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને હાની થાય તેમજ ત્યાં કામ કરતા વિવિધ કર્મચારી, અધિકારીના ટેકનિકલ યુનિયનના નામના પ્રાદેશિક જૂથ તથા આ જૂથ સિવાયના જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓના સમૂહની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અપશબ્દોવાળો આ વીડિયો વાયરલ કર્યાે હતો.

જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓ વિશે આ વીડિયોમાં અભદ્ર ભાષામાં વાણીવિલાસ કરી તેમજ અસત્ય બોલી પ્રજામાં નફરત અને અણગમો જન્મે તેવી અફવા ફેલાવી છે અને કર્મચારીઓ, અધિકારીઓ ફરજ નથી નિભાવતા તેમ જણાવી આ વીડિયોથી જયદીપસિંહે લોકોને ડરાવવાનું કૃત્ય કર્યું છે. પોલીસે તે ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh