Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુએનએમાં ભારતે પીઓકે ખાલી કરવા આપ્યું એલ્ટીમેટમઃ
નવી દિલ્હી તા. ર૪ઃ યુએનએમાં ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનને ભારતનો ગેરકાયદે કબજામાં રાખેલો વિસ્તાર (પીઓકે) ખાલી કરવા એલ્ટિમેટમ આપીને આતંકવાદને પોષણ આપવા જણાવી બોમ્બવર્ષા કરીને પોતાના દેશના જ નાગરિકોનો નરસંહાર કરવા બદલ ટીકા કરી હતી.
યુનાઈટેડ નેશન્સના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. માનવાધિકાર પરિષદના મંચ પર ભારતે પાકિસ્તાનને ગેરકાયદે કબજો છોડવાની સલાહ આપી છે, તેમજ આતંકવાદને ટાર્ગેટ કર્યો છે.
તદુપરાંત ભારતે ખૈબર પખ્તુનખ્વામાં હુમલા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. આ હુમલામાં ર૦ થી વધુ લોકોના મોત થયા હતાં.
યુએમાં ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે, 'અમારા ક્ષેત્ર પર લોભ રાખવાને બદલે ભારતીય પ્રદેશ પર કરેલો ગેરકાયદે કબજો છોડી દેવો જોઈએ, જ્યારે તેઓ આતંકવાદને પ્રોત્સાહન આપવા, યુએન દ્વારા નિયુક્ત આતંકવાદીઓને આશ્રય આપવા અને પોતાના લોકો પર જ બોમ્બમારા કરવામાંથી ફુરસદ મળે તો તેઓએ લાઈફ સપોર્ટ પર નભેલી અર્થવ્યવસ્થા, લશ્કરના વર્ચસ્વ હેઠળનું રાજકારણ અને તેમના દમનકારી નીતિઓ ધરાવતા પાકિસ્તાને પોતાના માનવાધિકાર રેકોર્ડમાં સુધારો કરવો જોઈએ.'
ઉલ્લેખનિય છે કે, પાકીસ્તાન વાયુસેનાએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના તિરાહ ખીણના મત્રે દારા ગામમાં પોતાના જ નાગરિકો પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૩૦ લોકો માર્યા ગયા અને સેંકડોથી વધુ ઘાયલ થયા. મૃતકોમાં મહિલાઓ અને બાળકો સમાવિષ્ટ છે. આ હુમલો ર૧ સપ્ટેમ્બરની રાત્રે થયો હતો.
સ્થાનિક સૂત્રો અનુસાર પાકિસ્તાની સેનાએ તેના ચીની બનાવટના જેએફ-૧૭ ફાઈટર જેટથી ગામ પર ઓછામાં ઓછા આઠ એલએસ-૬ બોમ્બ ફેંક્યા હતાં. ગામના લોકોનું કહેવું છે કે, આ હુમલામાં આખેઆખું ગામ નાશ પામ્યું હતું. ઘરો અને શેરીઓમાં બળી ગયેલા મૃતદેહોનો ખડકલો થયો હતો.
જો કે, પાકિસ્તાની સૈન્ય કે સરકારી સૂત્રો તરફથી હુમલાના પ્રમાણ, તેના લક્ષ્યો અથવા કોઈ આતંકવાદીઓની હાજરી અંગે તાત્કાલિક કોઈ સ્પષ્ટતા મળી નથી. પાકિસ્તાની સૈન્યએ ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં નાગરિકો પરના અત્યાચારો પર મૌન જાળવ્યું છે.
મીડિયા અહેવાલો મુજબ સ્થાનિક વહીવટી તંત્રે પાકિસ્તાની લડાકુ વિમાનો દ્વારા કમ્પાઉન્ડ પર હવાઈ હુમલો કરવાના દાવાઓને નકારી કાઢ્યા હતાં, અને કહ્યું હતું કે, બોમ્બ બનાવવામાં વપરાતા વિસ્ફોટકોનો વિસ્ફોટ થયો હતો. જેના લીધે ૧૪ આતંકવાદીઓ સહિત ર૪ લોક માર્યા ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial