Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેષ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં વેપારમાં વૃદ્ધિ થાય અને સ્વાસ્થ્ય સુધરે
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે મિલન-મુલાકાતના પ્રસંગો બને. માન-સન્માનમાં વધારો થાય. આપના કાર્યો તથા પ્રયાસોને બિરદાવવામાં આવે. ધંધા-વ્યવસાય ક્ષેત્રે એકંદરે પરિસ્થિતિ સામાન્ય રહેવા પામે. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૧૧ થી ૧૪ સામાજિક કાર્ય થાય. તા. ૧પ થી ૧૭ તડકાછાયા.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે નફા-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ ઉતાર-ચઢાવભરી બની રહે. વ્યાપાર-વ્યવસાયમાં આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક સ્થિતિ મધ્યમ બની રહે. પારિવારિક ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બની રહે. વડીલ વર્ગ, માતા-પિતા, સ્નેહીજનોના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ રહે. સામાજિક તથા જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલ જાતકો માટે કાર્યપ્રગતિ થાય. મહત્ત્વના કાર્યોમાં સમય સફળતાદાયક બની રહે. યાત્રા-પ્રવાસ યોજાય. તા. ૧૧ થી ૧૪ મધ્યમ. તા. ૧પ થી ૧૭ ખર્ચાળ.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે સંયમપૂર્વક આગળ વધવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન તમારે પરિસ્થિતિને વશ રહેવું પડે. સામાજિક તથા જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું સલાહભર્યું રહે. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નાણાભીડમાંથી બહાર આવવાનો માર્ગ મળે. ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે કલેશભર્યું વાતાવરણ બની શકે છે. ધીરજ તથા સંયમથી કામ લેશો તો ફાયદામાં રહેશો. તા. ૧૧ થી ૧૪ નાણાભીડ દૂર થાય. તા. ૧પ થી ૧૭ વિવાદ ટાળવા.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે વ્યસ્તતાસભર સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલ મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. મિત્રોથી લાભ થાય. તા. ૧૧ થી ૧૪ મિલન-મુલાકાત. તા. ૧પ થી ર૭ વ્યસ્તતા.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે યાત્રા-પ્રવાસ કરાવનારો સમય શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી મુસાફરી-પ્રવાસ અંગે અનુકૂળતા રહે. ચિંતા-પરેશાનીનો ભાર હળવો થતો જણાય. વેપાર-ધંધા-રોજગાર ક્ષેત્રેનું સાહસ કે નવી ખરીદી થઈ શકે. આર્થિક ક્ષેત્રે મહત્ત્વના ફેરફારો શક્ય બને. સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી જરૂરી બને. આહાર-વિહારમાં તકેદારી રાખવી ઈચ્છનિય બની રહેશે. જમીન-મકાન-મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાઈ શકે. સમાધાનકારી વલણ અપનાવવું પડે. તા. ૧૧ થી ૧૪ પ્રવાસ. તા. ૧પ થી ૧૭ સ્વાસ્થ્ય સાચવવું.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આર્થિક ક્ષેત્રે સુખદ ફેરફાર જોવા મળી શકે છે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં ઓચિંતો લાભ થઈ શકે. મહેનતનું મીઠું ફળ મળતા આપના ઉત્સાહમાં વધારો થાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હળવા થાય. ગૃહસ્થજીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. ક્ષમા કરવાની ભાવના રાખશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. ધાર્મિક-માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ૧૧ થી ૧૪ લાભદાયી. તા. ૧પ થી ૧૭ વિવાદ ટાળવા.
Libra (તુલા: ર-ત)
તમારા માટે નવી તકોનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભાગ્યદેવ રીઝતા જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે ઉન્નતિના માર્ગ ખૂલતા જણાય. વ્યાપારી વર્ગ માટે ખરીદીનો શ્રેષ્ઠ સમય કહી શકાય. પારિવારિક ક્ષેત્રે મતભેદ કે મનદુઃખ હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી ચેતતા રહેજો. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ ખાસ સાચવવું. આરોગ્ય સુખાકારી સારી રહેવા પામે. યાત્રા-પ્રવાસ આનંદદાયી બની રહે. તા. ૧૧ થી ૧૪ શુભ ફળદાયી. તા. ૧પ થી ૧૭ સામાન્ય.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે વ્યાપાર-ધંધામાં નિર્ણય લેવામાં તકેદારી દાખવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર ઉથલ-પાથલ થઈ શકે છે. કૌટુંબિક ક્ષેત્રે માતા-પિતા, વડીલ વર્ગ સાથે બગડેલા સંબંધો સુધરતા જણાય. દાંપત્યજીવનમાં મધુરતા-એકરસતા જોવા મળે. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નુક્સાનકારક સાબિત થઈ શકે. નોકરિયાત વર્ગે કામકાજમાં સંભાળવું. યાત્રા-પ્રવાસનું આયોજન સફળ થાય. તા. ૧૧ થી ૧૪ આરોગ્ય સુધરે. તા. ૧પ થી ૧૭ સંભાળવું.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગોમાંથી મુક્તિ મળતા શારીરિક તથા માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર-વ્ય્વસાય ક્ષેત્રે ધારેલ લાભ મેળવવા માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય બની રહે. એકબીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી વર્ગને નવી રાહ-નવી દિશા મળી રહે. વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ૧૧ થી ૧૪ મિશ્ર. તા. ૧પ થી ૧૭ આરોગ્ય સુધરે.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને માનસિક બેચેનીનો અનુભવ થતો જણાય. પરિસ્થિતિ વિકટ બનતી જણાય. નજીકના સ્નેહીજનો સાથે બોલચાલી કે ઘર્ષણ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. આકસ્મિક ધનલાભની પૂર્ણ શક્યતા જણાય. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી આ સમયમાં શક્ય બને. સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. તા. ૧૧ થી ૧૪ લાભદાયી. તા. ૧પ થી ૧૭ વાદ-વિવાદ ટાળવા.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોતો ખૂલતા જણાય. આકસ્મિક ધનલાભની પણ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ હાવિ થતા જણાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. વ્યાપાર-ધંધામાં વિકાસ-તેજી જોવા મળે. કૌટુંબિક વાતાવરણ વિવાદભર્યું બની શકે છે. તા. ૧૧ થી ૧૪ સંભાળવું. તા. ૧પ થી ૧૭ ધનલાભ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની પરિસ્થિતિમાં ચડાવ-ઉતારનો અનુભવ થાય. વ્યાવસાયિક ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર-ટેન્ડર મળી શકે તેમ જણાય છે. ધાર્યો લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. કૌટુંબિક ક્ષેત્રે નજીકના સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તે જો જો. સામાજિક ક્ષેત્રે કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. સંતાન અંગે ચિંતા દૂર થતી જણાય. તા. ૧૧ થી ૧૪ વાદ-વિવાદ. તા. ૧પ થી ૧૭ લાભદાયી.