Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તામિલનાડુ ૯ લાખ કરોડ રૂપિયાના દેવા સાથે અવ્વલ
નવી દિલ્હી તા. ર૧: દેશના દેવાદાર રાજ્યોની યાદી અથવા રાજ્યો પર દેવાની યાદીમાં ગુજરાત ૪.૬૭ લાખ કરોડ રૂપિયાના દેવા સાથે ટોપ ટેનમાં છે, જ્યારે તામિલનાડુ દેવાના બોજ તળે દબાઈને દેશનું સૌથી વધુ દેવાદાર રાજ્ય બની જશે.
ભારતીય રિઝર્વ બેંક અને રાજ્ય બજેટના તાજેતરના આંકડાઓ અનુસાર વર્ષ ર૦ર૬ ની શરૂઆત સુધીમાં ઘણાં રાજ્યોના દેવામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
વિકાસલક્ષી કાર્યો અને સામાજિક કલ્યાણ યોજનાઓના ખર્ચને પહોંચી વળવા રાજ્યોએ લીધેલું આ દેવું હવે તેમની નાણાકીય સ્થિરતા પર અસર કરી રહ્યું છે. કુલ દેવાની દૃષ્ટિએ તમિલનાડુ હાલમાં ભારતનું સૌથી વધુ દેવાદાર રાજ્ય છે. રાજ્યનું ેવું ૩૧ માર્ચ ર૦ર૬ સુધીમાં ૯ લાખ કરોડ રૂપિયાને વટાવી જવાનો અંદાજ છે. માળખાગત સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ પાછળનો ખર્ચ આ વધારા માટે જવાબદાર છે.
આ યાદીમાં ઉત્તરપ્રદેશ બીજા ક્રમે છે. ર૦રપ-ર૬ સુધીમાં રાજ્યનું દેવું ૮.ર લાખ કરોડ રૂપિયાથી ૮.પ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. તેની મોટી વસ્તી અને નોંધપાત્ર સામાજિક ખર્ચને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક વર્ષોમાં તેના દેવાનું સ્તર સતત વધ્યું છે. આ દરમિયાન ર૦ર૪-રપ માં મહારાષ્ટ્રનું દેવું આશરે ૭.રર લાખ કરોડ રૂપિયા હતું.
ગુજરાત પણ સૌથી વધુ દેવું ધરાવતા ટોચના ૧૦ રાજ્યોમાં સામેલ છે, પરંતુ તેની આર્થિક સ્થિતિ અન્ય રાજ્યો કરતા સારી ગણાય છે. આશરે ૬.પ૮ લાખ કરોડ રૂપિયાના દેવાના બોજ સાથે પશ્ચિમ બંગાળ ચોથા ક્રમે છે. વધુમાં રાજ્યના દેવાથી-જીએસડીપી ગુણોત્તર પણ ઊંચો છે. દરમિયાન કર્ણાટક પ.૯૭ લાખ કરોડ રૂપિયાના દેવાના બોજ સાથે પાંચમા ક્રમે છે.
રાજસ્થાન પર પ.૬ર લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આંધ્રપ્રદેશ પર કુલ દેવું ૪.૦૦ લાખ કરોડ રૂપિયા છે. ગુજરાત પર કુલ દેવું ૪.૬૭ લાખ કરોડ રૂપિયા છે. કેરળનું કુલ દેવું ૪.ર૯ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. મધ્યપ્રદેશનું દેવું ૪.૧૮ લાખ રૂપિયાને વટાવી ગયું છે.
એકંદરે તણાવ હોવા છતાં કેટલાક રાજ્યોએ નોંધપાત્ર રીતે સારૂ નાણાકીય વ્યવસ્થાપન દર્શાવ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓડિશાએ તેમના દેવાથી જીએસડીપી ગુણોત્તરને ર૦ ની નજીક અથવા નીચે રાખવામાં સફળતા મેળવી છે.
જાન્યુઆરી ર૦ર૬ ના અંદાજ મુજબ રાજ્યો નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં વધુ પ લાખ કરોડ રૂપિયાનું દેવું કરે તેવી ધારણા છે. ૧૬ મા નાણાપંચના સૂચન મુજબ ર૦૩૧ સુધીમાં કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત દેવું જીડીપીના પ૦ ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે જો રાજ્યો દેવાનો ઉપયોગ ઉત્પાદક અસ્ક્યામતો બનાવવા માટે કરશે, તો જ લાંબા ગાળે આર્થિક બોજ હળવો થઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial