Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો. દ્વારા
જામનગર તા. ર૧: જામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્વ. બહાદુરભાઈ કોઠારી (વિનયચંદ્ર કોઠારી) ની સ્મૃતિમાં બહાદુરભાઈ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટની વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઈ સ્વાદિયા તથા પી.ડી. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટ બોયઝમાં અંડર-૧ર, અંડર-૧૪, અંડર-૧૬, અંડર-૧૯ અને સિનિયર તેમજ ગર્લ્સની કેટેગરી સહિત છ કેટેગરીમાં યોજાશે.
દરેક મેચ ર૦-ર૦ ઓવરના રહેશે. ક્રિકેટ બંગલાના મેદાન પર સોમ-મંગળ સિવાયના દિવસોએ દરરોજ બે મેચો રમાશે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ લાલ દડા અને વ્હાઈટ યુનિફોર્મ સાથે મેચો રમાડવામાં આવશે, અને બાળકોની દરેક કટેગરીમાં સ્પર્ધા નોક આઉટ પદ્ધતિથી વિજેતા નક્કી થશે, જ્યારે ગર્લ્સ કેટેગરીના મેચો લીગ પદ્ધતિથી રમાડશે.
દરેક કેટેગરીની વિજેતા ટીમને ચેમ્પિયન ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવશે.
પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ધ્રુવ તથા પૂર્વ રણજી ખેલાડી કશ્યપભાઈ મહેતાએ સ્વ. બહાદુરભાઈ કોઠારીના જામનગરના ક્રિકેટ માટે આપેલા બહુમૂલ્ય યોગદાનને યાદ કરી વધુને વધુ ટીમોને આ ટુર્નામેન્ટમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. જામનગરના સિનિયર કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
સંચાલન અને આભારદર્શન પી.ડી. ત્રિવેદીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial