Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ત્રીજા સ્મશાન માટે રૂ।. ૬ કરોડ મંજૂર

૫ખવાડિયાના બદલે અઠવાડિયામાં સ્ટે. કમિટીની બેઠક યોજી બોડીની મુદત પૂરી થતા પહેલા ધડાધડ મંજૂરીઓ અપાઈ !

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરમાં ત્રીજુ સ્મશાન બનાવવા માટે મહાનગર પાલિકા દ્વારા રૂ।. ૬ કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતી હોવાથી કરોડોના ખર્ચાઓને ધડાધડ અપાતી મંજૂરીઓ તથા વધારાના ખર્ચાઓ પણ દરેક બેઠકમાં મંજૂર થાય છે.

જામનગરમાં ત્રીજું  સ્મશાન બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દાયકાથી બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી રહી છે . પરંતુ સ્મશાન બનવાના કોઈ ઠેકાણા નથી. દરમ્યાન ગઈકાલની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ।. ૬ કરોડના ખર્ચે ચેલા ગામના સર્વે નંબર વાળી જગ્યામાં સ્મશાન બનાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો હતો. અગાઉ દર્શાવાયેલ જગ્યા પણ બદલી નાખવામાં આવી છે.

હવે આ માટે જિલ્લા કલેકટર દ્વારા જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ  કમિટીની બેઠક તા. ૨૭-૦૧-૨૦૨૬ના નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં કુલ ૧૦ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની,  આસી. કમિશનર (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશનર  (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

આ બેઠક દરમ્યાન વોર્ડ નં. ૪ માં નવાગામ મધુરમ રેસીડેન્સીના છેડે નદી કાંઠા વાળા રોડમાં સી.સી. રોડ બનાવવા માટે  રૂ।. ૨૬.૮૩ લાખ ,  કેબલ ટી. વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા સાઉથ ઝોન વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામે વધારાના કામ અંગે  રૂ।. ૨૬.૫૭ લાખ, વોર્ડ નં. ૧૧, લાલવાડી વિસ્તાર જૈન દેરાસરવાળા ૧૫ મી. પહોળાઈમાં આઈસીઆઈસીઆઈ બેંકથી મહાપ્રભુજી બેઠક તરફ જતા રોડ સુધી સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂ।. ૫૧.૩૬ લાખ ,  વિધોતેજક મંડળ ને ગ્રાન્ટ ફાળવવા માટે રૂ।. ૮ લાખ, જામનગર - લાલપુર રોડ પર ચેલા ગામના સર્વે નં. ૭૨૪ વાળી જગ્યામાં હિંદુ સ્મશાન બનાવવાના પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજુરી આપવા અંગે કમિશનરની વધુ એક વખત દરખાસ્ત રજુ થતા  રૂ।. ૬ કરોડના ખર્ચ  અંગે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.

જામનગર શહેરમાં સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ, નંદ નિકેતન સ્કૂલ થઈ બેડી બંદર જંકશન સુધીના રીંગ રોડને ગ્રીન રીંગ રોડ મુજબ ડેવલોપ કરવા તથા આસ્ફાલ્ટ કાર્પેટ કરવાના કામ અંગે રૂ।. ૨૦.૭૬ કરોડ ,  જામનગર મહાનગર પાલિકાના ભાગ નં. ૧,૨,૪ (પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ) તથા ભાગ નં. ૩ (ઓમ સ્વચ્છતા કોર્પોરેશન) માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી, ઓપન પોઇન્ટ ગાર્બેજ કલેકશન, બીન્સ, કલેકશન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવાના કામ (એક્સટેન્શન) અંગે રૂ।. ૧.૬૨ કરોડના ખર્ચે ને બહાલી આપવામાં આવી હતી.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ટવીન બીન્સ (નંગ-૫૦૦) ખરીદવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. લીકવીડ કલોરીન ટર્નર ની ખરીદી અંગે રૂ।. ૨.૮૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. ગુજરાત હાઇકોર્ટના હુકમ અન્વયે  કિરીટ શિવાભાઈ પટેલ (હાલે નિવૃત્ત)ને  કમિટી રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા.

આમ આ બેઠકમાં કુલ રૂ।. ૨૯ કરોડ ૫૪ લાખના કુલ ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh