Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડીના બે તરૂણ પર પાઈપ-ઢીકાપાટુથી હુમલોઃ
જામનગર તા. ૨૮: જામનગરના બેડીમાં રહેતા એક યુવાનની સગાઈ તૂટી ગયા પછી તે બાબતનો ખાર રાખી યુવતીના ભાઈ સહિતના ચાર વ્યક્તિએ તે યુવાન પર હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે બેડીના બે તરૂણને અહીં કેમ રખડો છો તેમ બે શખ્સે પાઈપ, ઢીકાપાટુથી માર મારી ઈજા પહોંચાડી હતી.
જામનગરના બેડી વિસ્તાર નજીક આવેલા માધાપર ભૂંગામાં રહેતા ઈકબાલ હુસેનભાઇ હુંદડા નામના યુવાનની અગાઉ એક યુવતી સાથે સગાઈ કરવામાં આવી હતી. ત્યારપછી થોડો સમય વીત્યા પછી આ સગાઈ તૂટી જતા યુવતીના ભાઈ સહિતનાઓ ઉશ્કેરાયા હતા.
તે દરમિયાન રવિવારે સાંજે બેડેશ્વરમાં આવેલા વજનકાંટા પાસે ઈકબાલભાઈ તથા તેમના મિત્રો ચા-પાણી પીવા માટે આવ્યા ત્યારે ત્યાં ધસી આવેલા ઓસમાણ ગની કકલ, સમીર છરેચા તથા બે અજાણ્યા શખ્સે તેઓની સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. તેઓને બોલાચાલી કેમ કરો છો તેમ પૂછવામાં આવતા ઉશ્કેરાયેલા ઓસમાણ ગનીએ ધોકા વડે હુમલો કરી ઈકબાલ હુંદડાને માર માર્યો હતો અને સાથે રહેલા ત્રણ વ્યક્તિ પણ તૂટી પડ્યા હતા. ત્યાંથી બચાવીને ઈકબાલભાઈને તેના મિત્રો લઈ જતા હતા ત્યારે બેડીના ઢાળીયા પાસે ફરીથી રોકી લઈ તેઓને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો.
બેડેશ્વર વિસ્તારમાં જ એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા આઈશાબેન નૂરમામદ સાયચા નામના વૃદ્ધાનો પૌત્ર રિયાઝ હુસેન તથા તૌફીક સોમવારે બપોરે બેડીના ઓવરબ્રિજ પાસે હતા ત્યારે ત્યાં આવેલા ઝાફર રઝાક પલેજા, મોઈન અસગર જેડા નામના શખ્સોએ તમે બાઈક લઈને અહીં કેમ રખડો છો તેમ પૂછ્યા પછી બોલાચાલી કરી પાઇપ તથા ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યો હતો. આઈશાબેને ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial