Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને શખ્સ સામે નોંધાયેલા છે ગુન્હાઓઃ
જામનગર તા. ૩૦: જામનગરમાં એક એનઆરઆઈના ખિસ્સામાંથી ગઈકાલે લીમડા લાઈન પાસેથી રૂ।.૩૪ હજારની રોકડ સેરવાઈ ગઈ હતી. તે ગુન્હાની તપાસમાં એલસીબીએ બે શખ્સને દબોચી લીધા છે. આ શખ્સોએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ પાછળ આવેલી હાટકેશ સોસાયટીમાં બ્લોક નં.૨૬માં રહેતા અને હાલમાં લંડનમાં વસવાટ કરતા વિજયભાઈ ભારદીયા નામના વૃદ્ધ ગઈકાલે બપોરે રણજીત રોડ સ્થિત બીઓબીની શાખામાંથી રૂ।.૩૪ હજાર ઉપાડી પેન્ટના પાછળના ખિસ્સામાં રાખી લીમડા લાઈનના ખૂણે નાસ્તાની એક દુકાને પકોડા ખાતા હતા ત્યારે તેમના ખિસ્સામાંથી આ રકમ સેરવાઈ ગઈ હતી.
આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી એલસીબી ટીમ પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી તપાસમાં જોડાઈ હતી. જેમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચકાસાયા પછી સ્ટાફના મયુદ્દીન, અરજણભાઈ, ઘનશ્યામ ડેરવાડીયાને મળેલી બાતમીના આધારે જૂના રેલવે સ્ટેશન પાછળ ગીતા લોજ નજીકથી નિલકમલ સોસાયટીમાં રહેતા પરેશ ઉર્ફે પોપટ રામભાઈ ભારવડીયા અને ગણપતનગરમાં બાવરીવાસ પાસે રહેતા મહિપાલ ઉર્ફે મહિપત મંગલ ઉર્ફે કિરણ કોલી નામના બે શખ્સની અટકાયત કરાઈ હતી.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત રકમ સેરવી લીધાની કબૂલાત આપી છે. એલસીબીએ તે રકમ, સ્કૂટર, મોબાઈલ મળી કુલ રૂ।.૧ લાખ ૧૪ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. બંને સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અનુક્રમે ૧૧ અને ૭ ગુન્હા નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial