Advertisement
Author: નોબત સમાચાર

ગણેશોત્સવ દરમિયાન પ્રદુષણ ફેલાતુ અટકાવવા સુપ્રિમ ગાઈડલાઈનઃ તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ

કેમિકલયુકત રંગો અને પ્લાસ્ટર ઓફ પેરિસ પર પ્રતિબંધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૬: શ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલયુકત રંગોનો ઉપયોગ કરી શકાશે નહીં. ગણેશ મહોત્સવ દરમ્યાન પ્રદુષણ ફેલાતું અટકાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ નિમિતે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે. મૂર્તિની સ્થાપના બાદ ધાર્મિક રીત રિવાજ મુજબ તેનું નદી કે તળાવના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિઓની બનાવટમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોય છે. આવી મૂર્તિઓનું નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીજન્ય જીવો, પશુઓ તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ, રાજ્ય સરકાર તેમજ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈનને ધ્યાને લઈ તહેવારની ઉજવણી દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ગણેશજીની મૂર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમિકલયુક્ત રંગોને કારણે પાણીજન્ય જીવો, પશુઓ તેમજ માનવજીવનને થતા નુકશાનને અટકાવવા ભાવેશ એન.ખેર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જે અનુસાર સાવચેતીના પગલા રૂપે નીચેના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

શ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલયુકત રંગોનો ઉપયોગ કરવો નહીં. મુર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવા નહી. ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ પછી મૂર્તિકારો વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકી શકશે નહીં.

સક્ષમ સ્થાનિક સતામંડળએ મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈપણ જગ્યાએ મુર્તિ વિસર્જન કરવું નહી તેમજ મૂર્તિ વિસર્જન માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને હાઈકોર્ટ દ્વારા નકકી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મુર્તિ વિસર્જન થઈ શકશે નહી.

મૂર્તીઓ વિસર્જન સમયે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મૂર્તિ વિસર્જન થઈ શકશે નહી તેમજ પુજન વિધિ કરી નદીઓ/તળાવ/સમુદ્રના કિનારે રાખવી કે પધરાવવી નહી તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહી.

મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવે છે. તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુ ગંદકી કરવી નહી. તે અંગે સંબંધિત નગરપાલિકા તથા સક્ષમ સતાધિકારીએ તકેદારી રાખવી. જામનગર જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મુર્તિકારો/ વેપારીઓને પણ આ નિયમ લાગુ પડશે.

આયોજકોએ બેઠકની ઉંચાઈ સહિત ૧૨ (બાર) ફુટથી વધારે ઉંચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહી, તેમજ વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ ૧૫ (પંદર) ફુટથી વધારે રાખવી નહી.

આ હુકમનો અનાદર, ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા (૪૫ મો અધિનિયમ) ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh