Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર અને જિલ્લામાં અપમૃત્યુ આત્મહત્યાના બનાવમાં પાંચ વ્યક્તિના મોત

ધ્રાફાના યુવાનનું પેટના દુખાવાથી મૃત્યુઃ કાલાવડમાં વીજશોર્ટથી યુવાનનું મોતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર શહેર-જિલ્લામાં અપમૃત્યુ અને આત્મહત્યાના અલગ અલગ બનાવોમાં કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. જેમાં વીજશોર્ટ લાગવાથી અને પેટના દુખાવાની બીમારીથી યુવાનના મોત થયા છે. એક પરપ્રાંતીય યુવાને ફિનાઈલની ગોળી ખાઈ લઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે. જ્યારે અન્ય એક પરપ્રાંતીય યુવાનનું બીપી લો થઈ જવાના કારણે મૃત્યુ થયું છે તથા અજાણ્યા વૃદ્ધનું બીમારીના કારણે મૃત્યુ નિપજ્યું છે.

કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાં રહેતા સાહીમ ગફારભાઈ હાલાણી નામના એકવીસ વર્ષના યુવાન ગઈ સાંજે પોતાની વાડીએ લેમ્પ બદલવા જતા તેને વીજશોક લાગ્યો હતો અને બેભાન થઈ જમીન પર પડી ગયા હતા. તુરંત જ  તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવ અંગે ગફારભાઈ આમદભાઈ હાલાણીએ પોલીસમાં જાણ કરતા હેડ કોન્સ. વી.જે. જાદવે તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશ રાજ્યનો રહેવાસી અને હાલ જામનગર નજીકના દરેડ ગામની ખોલીમાં રહેતો રામહેત રાજુભાઈ અહીરવાર નામના ર૯ વર્ષના પરપ્રાંતીય યુવાને ગઈકાલે બપોરે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલની ગોળીઓ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે બ્રિજેશ રાજુભાઈ અહીરવારે પોલીસમાં જાણ કરી હતી. જેની તપાસ હે.કો. બી.આર. ગાગીયા ચલાવી રહ્યા છે.

મૂળ મધ્યપ્રદેશના અને હાલ ધ્રોલ તાલુકાના લતીપર ગામના વાડી વિસ્તારમાં રહેતા ખેત શ્રમિક દિનેશ સીકદારભાઈ અજનાર (ઉ.વ.ર૯) ગઈકાલે લતીપર-વાગુદળ માર્ગ પર પસાર થતા હતા ત્યારે અચાનક બ્લડપ્રેશર લો થઈ જવાના કારણે પડી ગયા હતા અને તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે તેમના પત્ની નિરમાબેન દિનેશભાઈ અજનારે પોલીસમાં જાણ કરતા હે.કો. જે.ડી. ગોગરાએ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને દારૂ પીવાની ટેવ હતી અને બે-ત્રણ દિવસ પહેલાં પણ દારૂ પીવાના કારણે બીપી લો થઈ જતાં પ્રાથમિક સારવાર લીધી હતી.

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના યુવાનનું પેટના દુખાવાની બીમારીમાં મૃત્યુ નિપજ્યું હતું. ધ્રાફામાં રહેતા પ્રતિપાલસિંહ ચંદુભા જાડેજા (ઉ.વ.૩૧) ગઈકાલે સાંજે પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે જામજોધપુરની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. પંદરેક દિવસ પહેલા પણ પેટમાં દુખાવો ઉપડતા સારવાર લેવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે ચંદુભા જેઠુભા જાડેજાએ પોલીસમાં જાણ કરતા હે.કો. બી.પી. જાડેજાએ તપાસ હાથી ધરી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના શૌચાલય પાસે આશરે પાંસઠથી સિત્તેર વર્ષના એક અજાણ્યા વૃદ્ધ બીમાર અને બેભાન અવસ્થામાં મળી આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસમાં જાણ કરતા પોલીસ સબ ઈન્સ. ડી.જી. રાજે તપાસ હાથ ધરી છે. મૃતકના કોઈ વાલી-વારસ મળી આવેલ ન હોવાથી તેમના મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. કોઈને જાણકારી હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh