Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતમાં સજા પછી બે વર્ષથી નાસતા ફરતા આરોપીની અટકાયત

જામજોધપુરમાંથી પોલીસે પકડી પાડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામજોધપુરના એક શખ્સને રાજકોટની અદાલતે ત્રણ વર્ષ પહેલાં નોંધાયેલા ચેક પરતના કેસમાં બે વર્ષ પહેલાં સજા ફટકારી હતી. ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો. તેને જામજોધપુરમાંથી દબોચી લેવાયો છે.

જામજોધપુર શહેરના દોઢીયા વાડી વિસ્તારમાં વસવાટ કરતા ચંદ્રેશ રાજેશભાઈ ગોહિલ (ઉ.વ.૩૭) નામના શખ્સ સામે રાજકોટની અદાલતમાં ચેક પરતનો કેસ નોંધાવાયો હતો. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને બે વર્ષ પહેલાં સજા ફટકારતા આ શખ્સ નાસી ગયો હતો. ચાલી રહેલી શોધખોળ દરમિયાન જામજોધપુરના બાલવા ફાટક પાસે આ શખ્સ આવ્યો હોવાની બાતમી મળતા જામજોધપુરના પીઆઈ એન.બી. ચૌહાણ તથા સ્ટાફ દોડી ગયા હતા અને ત્યાંથી ચંદ્રેશ ગોહિલને અટકાયતમાં લઈ લેવાયો હતો. આ શખ્સને જેલમાં મોકલી આપવાની કાર્યવાહી કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh