Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં યોજાયેલા ૫રિસંંવાદમાં
દ્વારકા તા. ૭: અમદાવાદના સેટાલાઈટમાં શિવાનંદ આશ્રમમાં તાજેતરમાં રાષ્ટ્રીય પરિસંવાદ-૨૦૨૬ યોજવામાં આવ્યો હતો.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મફતલાલ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજેલ પરિસંવાદમાં 'એ.આઈ. ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિષાપ' વિષય પર વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદ દરમ્યાન શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા તાલુકાની કોરાડા વાડી વિસ્તારની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સોલંકી સુરેન્દ્રભાઈને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ સુરેન્દ્રભાઈને એક થી વધુ વખત વિવિધ સંસ્થાઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અલાયદા યોગદાન બદલ સન્માનિત કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial