Advertisement
Author: નોબત સમાચાર

રેલવે દ્વારા ૩૦૬ કિ.મી. સુધી ૮૭ વેગનની લોંગ હોલ મેગા ટ્રેનનો પ્રથમ પ્રયોગ સફળ

જામનગર નજીક વિન્ડમીલથી અમદાવાદના કટોસણ રોડ સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: રાજકોટ ડિવિઝને વિન્ડમિલથી પ્રથમ લોંગ-હોલ મેગા ટ્રેનના સફળ સંચાલન સાથે મોટી સિદ્ધિ હાંસલ કરીને ૩૦૬ કિમીનું અંતર કાપ્યું હતું. આ કારણે સિંગલ ક્રૂ ઓપરેશનથી ક્ષમતામાં વધારો, ખર્ચમાં ઘટાડો અને માલસામાનની હેરફેરની ગતિમાં વધારો થયો છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિન્ડમિલ (જામનગર પાસે) થી તેની પ્રથમ લોંગ-હોલ *મેગા માલગાડી* નું સફળતાપૂર્વક સંચાલન કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. ૮૭ વેગન ધરાવતી આ ટ્રેનને બે માલગાડીઓને જોડીને એક સિંગલ લોંગ-હોલ ટ્રેન તરીકે તૈયાર કરવામાં આવી હતી. આ માલવાહક ક્ષમતા, ઓપરેશનલ કાર્યક્ષમતા અને સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગની દિશામાં એક મોટું પગલું છે. આ પ્રથમ લોંગ-હોલ *મેગા ટ્રેન* ના સંચાલનથી ડિવિઝનને અંદાજે ૪૦ લાખની આવક પણ પ્રાપ્ત થઈ છે.

આ લોંગ-હોલ ટ્રેન ૨૪ માર્ચ, ૨૦૨૬ ના વિન્ડમિલ (જામનગર પાસે) થી અમદાવાદ ડિવિઝનના કટોસણ રોડ સુધી ચલાવવામાં આવી હતી, જેણે અંદાજે ૩૦૬ કિમીનું અંતર ૩૦.૫૦ કિમી/કલાકની સરેરાશ ઝડપે કાપ્યું હતું. આ સફળ સંચાલન ડિવિઝનની તકનીકી ક્ષમતા, ઝીણવટભર્યું આયોજન અને અસરકારક આંતર-ડિવિઝનલ સંકલન દર્શાવે છે.

૮૭ વેગનનું સંકલિત માળખું ઉભુ કરીને લોંગ-હોલ ટ્રેનને બે માલગાડીઓ (રેક) ને એકસાથે જોડીને તૈયાર કરવામાં આવી હતી જેમાં પ્રથમ વિભાગ ૪૫ કન્ટેનર વેગન અને દ્વિતીય વિભાગઃ ૪૨ કવર્ડ વેગનનો હતો.

આ સંકલિત માળખાએ એક જ ફેરામાં વધુ જથ્થામાં માલસામાનના પરિવહનને સક્ષમ બનાવ્યું, જેનાથી ટ્રેન પાથની જરૂરિયાત ઘટી અને સંપત્તિનો બહેતર ઉપયોગ સુનિશ્ચિત થયો.

લોંગ-હોલ ટ્રેન, જેના માટે સામાન્ય રીતે બે અલગ-અલગ માલગાડીઓ માટે બે ક્રૂની જરૂર પડે છે, તેને સમગ્ર મુસાફરી દરમિયાન માત્ર એક જ ક્રૂ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. આ ક્રૂનો શ્રેષ્ઠ ઉપયોગ, બહેતર ઓપરેશનલ કાર્યક્ષમતા અને અસરકારક સંસાધન વ્યવસ્થાપનનું પ્રમાણ છે.

લોંગ-હોલ માલગાડીઓના સંચાલનથી, અનેક રેક માટે એક જ પાથનો ઉપયોગ કરીને લાઇન ક્ષમતામાં વધારો., થ્રુપુટ અને માલ વહન કરવાની ક્ષમતામાં વધારો., ઓછા સ્ટોપેજને કારણે ટ્રાન્ઝિટ ટાઈમમાં ઘટાડો., ખર્ચ કાર્યક્ષમતા અને રેલ પરિવહનની સ્પર્ધાત્મકતામાં સુધારો. અને વધારે ક્રૂની જરૂરિયાત ઘટાડીને એક ક્રૂ સુધી મર્યાદિત કરી ક્રૂના ઉપયોગનું અનુકૂલન સહિતના લાભો પ્રાપ્ત થાય છે.

રાજકોટ ડિવિઝનલ રેલ પ્રબંધક, શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે આ લોંગ-હોલ *મેગા ટ્રેન* નું સફળ સંચાલન માલસામાનની હેરફેરની કાર્યક્ષમતામાં સુધારો કરવા પ્રત્યે ડિવિઝનની પ્રતિબદ્ધતા દર્શાવે છે તથા ભારતીય રેલવેના આધુનિકીકરણ અને દેશના આર્થિક વિકાસમાં તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh