Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકમાં મર્ચન્ટ ક્યુઆર કોડનું થયું ઉદ્ઘાટનઃ ડિજિટલ સશક્તિકરણની પહેલ

રાજ્યના પૂર્વ મંત્રી તથા નાબાર્ડના જનરલ મેનેજરના હસ્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકે ડિજિટલ સશક્તિકરણની દિશામાં અનોખી પહેલ કરી છે. રાજ્યના પૂર્વ મંત્રી અને બેંકના ડાયરેક્ટર રાઘવજીભાઈ પટેલ અને નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી.કે. સિંઘલના હસ્તે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા સુરક્ષિત, મજબૂત અને ઝડપી બનાવવા મર્ચન્ટ ક્યુઆર કોડનું ઉદ્ઘાટન કરાયું છે.

ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક લિ. દ્વારા સભાસદો, ખેત ઉત્પાદક મંડળીઓ, દૂધ મંડળીઓ, દૂધ સંઘો તેમજ માર્કેટીંગ યાર્ડ અને વેપારી ગ્રાહકો માટે આધુનિક અને અતિ મહત્ત્વપૂર્ણ સુવિધાની ભેટ આપવામાં આવી છે. જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકની માતૃ સંસ્થા ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લિ.ની સભ્ય મેમ્બરશીપ અંતર્ગત બેંક દ્વારા મર્ચન્ટ ક્યુઆર કોડની સુવિધાનો આરંભ કરવામાં આવ્યો છે.

આ મર્ચન્ટ ક્યુઆર રોડનું ઉદ્ભાટન ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને બેંકના ડાયરેક્ટર રાઘવજીભાઈ પટેલ તથા નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી.કે. સિંઘલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાબાર્ડના ચીફ જનરલ મેનેજરે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મર્ચન્ટ ક્યુઆર કોડની સુવિધાથી વેપારીઓ હવે સરળતાથી, સુરક્ષિતપણ ઝડપથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારી શકશે. આ સાથે ગ્રાહકોને પણ રોકડ વિના 'કેશલેસ' રીતે પારદર્શક અને સુવિધાજનક લેવડદેવડ કરવાની સુવિધાનો લાભ મળશે. આ સુવિધાથી આજના ડિજિટલ યુગમાં ડિજિટલ વ્યવહારોમાં વધારો થવા સાથે બેંકીંગ સેવાઓ આધુનિક અને સુરક્ષીત બની રહેશે.

હાલના સ્પર્ધાત્મક અને ટેકનોલોજી આધારીત સમયે સ્પર્ધામાં પ્રતિષ્ઠા અને વિશ્વાસ સાથેનું સ્થાન જાળવી રાવા જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકે સમયની માંગ પ્રમાણે સમયાંતરે આધુનિક ટેકનોલોજી અપનાવી રહી છે અને તેના માધ્યમથી ગ્રાહકો તથા બેંકના સભાસદોને શ્રેષ્ઠત્તમ સુવિધાઓ પૂરી પાડવાની કટીબદ્ધતા પૂરવાર કરી છે. ડિઝિટલાઈઝેશન માટેના આપણા વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રિય સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના ડિજિટલ ઈન્ડિયા તેમજ મજબૂત સહકાર ક્ષેત્રને આગળ ધપાવવાની દિશામાં જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક આગળ વધી રહી છે.

આ મર્ચન્ટ ક્યુઆર કોડની સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, મેનેજીંગ ડાયરેક્ટર ધરમશીભાઈ ચનિયારા, બેંકના પૂર્વ એમ.ડી. અને ડાયરેક્ટર જીવણભાઈ કુંભરવડિયા, પૂર્વ વાઈસ ચેરમેન અને ફાયરેક્ટર રાજેશભાઈ વાદી, બેંકના સી.ઈ.ઓ. મૌનિલભાઈ હાથી, બેંકના જનરલ મેનેજર અલ્પેશભાઈ મોલિયા, એ.ડી.એમ. નિકુલસિંહ જાડેજા, બેંકના અધિકારીઓ, કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

ડિ. કો.ઓ. બેંકના નિર્માણાધિન ભવનની મુલાકાત લેતા નાબાર્ડના ચીફ જનરલ મેનેજર

મર્ચન્ટ ક્યુઆર કોડના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી.કે. સિંઘે જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના નિર્માણાધિન આલીશાન અને સુવિધાજનક ભવનની મુલાકાત લઈ બેંકની પ્રગતિને બિરદાવી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર તથા ચેરમેનને અભિનંદન પાઠવવ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh