Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગંદકી, ગટર, ગંદુ પાણી અને અધુરા મૂકી દેવાયેલા કામોના મુદ્દે સ્થાનિકો ત્રાહિમામ્: નાારી શક્તિ પ્રગટતા તંત્ર દોડ્યું !
જામનગરના સત્યમ્ કોલોની અન્ડર બ્રિજ નજીકના વિસ્તારમાં રોડ-રસ્તા અને પીવાના ગંદા પાણીની સમસ્યાના મુદ્દે ગઈકાલે મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આખરે સમજાવટ પછી મામલો હાલ તો થાળે પડ્યો છે. જાનગરની સત્યમ્ કોલોની વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી રોડ-રસ્તા નવીનિકરણનું કામ ચાલે છે. આ માટે રોડ ખોદી નાખવામાં આવ્યા છે. પરિણામે સ્થાનિક રહેવાસીઓને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઉપરાંત પાણીની પાઈપલાઈનો પણ તૂટી ગઈ હોવાથી લાંબા સમયગાળાથી લોકોને ગટરના ગંદા પાણી નળવાટે મળે છે. ઉપરાંત આ વિસ્તારમાં સફાઈનો સદંતર અભાવ જોવા મળે છે. આ તમામ પ્રશ્નો અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત મહાનગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર વાહકોએ દાદ આપી ન હતી. ઉપરાંત કોર્પોરેટરો પણ જવાબ આપતા નહતાં. આખરે હારી-થાકી-કંટાળેલા સ્થાનિક રહેવાસી મહિલાઓએ ગઈકાલે અન્ડર બ્રિજ નજીક રસ્તા રોકો આંદોલન કરતા દેકારો બોલી જવા પામ્યો હતો. બીજી તરફ અનેક વાહનચાલકો ત્યાં ફસાઈ ગયા હતાં. આ પછી મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના ઈજનેર નિનામાભાઈ સહિતનાઓ ત્યાં દોડી ગયા હતાં, તો પોલીસ સ્ટાફ પણ પહોંચ્યો હતો. લાંબા સમયની સમજાવટ પછી મામલો થાળે પડ્યો હતો. આજથી ત્યાં પાણીની નવી પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવશે અને ત્યારપછી રોડનું કામ પૂર્ણ કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial