Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં મતદાર નોંધણી અધિકારીને રજૂઆત
જામનગર તા. ૩૦: રાજયના સામાન્ય મતદારોને મતાધિકારથી વંચિત રાખવા સામે જામનગરમાં ૭૮-વિધાનસભા મતદાર નોંધણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગરના કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ વાળાએ આ રજૂઆતમાં જણાવે છે કે, તા. ૧૯-૧ર-ર૦રપ ના મુસદ્દા મુજબ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેની સામે વાંધા-સૂચનો માટેની અંતિમ તા. ૧૮-૧-ર૦ર૬ નિર્ધારિત કરવામાં આવી હતી. તા. ૧૬-૧-ર૦ર૬ થી અચાનક નામ કમિ કરવા માટેના ફોર્મ જમા થવાના શરૂ થયા હતાં.
વાંધો રજૂ કરવાનો અધિકાર માત્ર તે વ્યક્તિને જ છે જેનું નામ જે-તે વિસ્તારની મતદાર યાદીમાં હોય, જો આધાર-પુરાવા વગર વાંધા અરજી કરવામાં આવી હોય તે રદ્દ થવા પાત્ર છે, જરૂર પડ્યે સુનાવણીની પૂરી તક પણ આપવી જોઈએ. દસ્તાવેજી પુરાવા હોય તો જ મતદાર યાદીમાંથી નામ કમિ થઈ શકે, અને ખોટી વાંધા અરજી કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવી જોઈએ.
રાજયના મતદારોને મતાધિકારથી વંચિત રાખવા ભાજપના ઈશારે ષડયંત્ર ચાલતું હોય તેવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આથી વાંધાને ફોર્મ ૧૧ મુજબ પ્રસિદ્ધ કરવા જોઈએ, અને આધાર વગરની અરજી દફતરે કરવામાં આવે.
બોગસ વાંધેદાર સામે ફોરજદારી કાર્યવાહી કરવામાં આવે અને તમામ મતદારોના નામ ફાઈનલ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial