Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રિપલ સવારી બાઈકને અજાણ્યા વાહને હડફેટે લીધું:
જામનગર તા. ૪: જામનગર નજીક હાપા પાસે હિટ એન્ડ રનના બનાવમાં એક યુવાનનો ભોગ લેવાયો છે. આ યુવાન તથા તેના મામા તેમજ મામાનો દીકરો સોમવારની રાત્રે ત્યાં આવેલી હોટલ પાસેથી બાઈક પર પસાર થતા હતા ત્યારે અજાણ્યું વાહન તેઓને ઠોકર મારીને નાસી ગયું હતું. બે ઈજાગ્રસ્તને સારવાર આપવામાં આવી રહી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા વસઈ ગામમાં રહેતા મેઘરાજ કારાભાઈ ટારીયા નામના યુવાન તથા તેના મામા મુકેશભાઈ અને મુકેશભાઈના પુત્ર જીતેશભાઈ સોમવારે રાત્રે દસેક વાગ્યે જામનગરથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર હાપા નજીક અતિથિ હોટલ પાસેથી જીજે-૧૦-એબી ૫૪૫ર નંબરના મોટરસાયકલમાં પસાર થતા હતા.
આ વેળાએ કોઈ અજાણ્યું વાહન ફૂલસ્પીડમાં ધસી આવ્યું હતું. તે વાહનના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી મુકેશભાઈના મોટરસાયકલને ઠોકર મારી દેતાં ત્રણેય વ્યક્તિ તેના પરથી ફંગોળાયા હતા. રોડ પર પછડાયેલા મેઘરાજ કારાભાઈ ઉર્ફે મેઘાભાઈને માથા તથા દાઢીના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મુકેશભાઈ તથા તેના પુત્ર જીતેશને ગંભીર ઈજા થઈ હતી.
અકસ્માત સર્જી અજાણ્યું વાહન નાસી છૂટ્યું હતું. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક મેઘરાજભાઈના પિતા કારાભાઈ ડાયાભાઈ ટારીયાએ હિટ એન્ડ રનના આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી એ ડિવિઝનના પીએસઆઈ એ.આર. પરમારે ગુન્હો નોંધી અકસ્માત સર્જનાર વાહન તથા તેના ચાલકની શોધ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial