Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમીસાંજે યુવતી દુકાનમાં ગયા'ને તસ્કર ફાવ્યોઃ
જામનગર તા. ૪: જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી જૂની અંબર ટોકિઝ સામેના રોડ પર ગયા બુધવારે સાંજે એક યુવતી પોતાનું એક્ટિવા રાખીને અડધીએક કલાક માટે એક દુકાનમાં ગયા પછી પરત આવ્યા તે દરમિયાન સ્કૂટરની ઉઠાંતરી થઈ ગઈ હતી. સ્કૂટરની ડેકીમાં રાખવામાં આવેલુ તેણીનું ટેબ્લેટ તથા કિંમતી કાગળો સાથેનું પર્સ પણ ચોરાઈ ગયું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરના રાધે ક્રિષ્ના પાર્કમાં આવેલી શિવ ટાઉનશીપમાં રહેતા રાધિકાબેન રાજેન્દ્રસિંહ જનવાર નામના યુવતીએ ગયા બુધવારે રાત્રે સાડા આઠેક વાગ્યે પોતાનું જીજે-૧૦-સીઆર ૮૨૨૯ નંબરનું સફેદ રંગનું એક્ટિવા સ્કૂટર પંડિત નહેરૂ માર્ગ પર જૂની અંબર ટોકિઝ સામેના રોડ પર રાખ્યું હતું.
આ સ્કૂટરમાં રાધિકાબેને પોતાનું રૂ।. ૧પ હજારની કિંમતનું લેનોવા કંપનીનું ટેબ્લેટ તેમજ એક પર્સ મૂક્યું હતું. જેમાં તેમના આધારકાર્ડ, પાનકાર્ડ, ડેબિટ કાર્ડ તથા અન્ય કાગળો રાખેલા હતા. આ વાહન ત્યાંથી માત્ર ૩૦ મિનિટમાં કોઈ તસ્કર હંકારી ગયો હતો.
ત્યાં આવેલી દુકાનમાં ગયા પછી જ્યારે રાધિકાબેન પરત આવ્યા ત્યારે તેઓએ પોતાનું સ્કૂટર ત્યાં ન જોતા શોધખોળ કર્યા પછી આખરે ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂ।. ૩૦ હજારનંુ સ્કૂટર તેમજ તેમાં રાખેલુ ટેબ્લેટ અને પર્સ ઉઠાવી જનાર અજાણ્યા તસ્કરના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial