Advertisement
Author: નોબત સમાચાર

લગ્નમાં દાંડિયારાસ રમતી વખતે તરૂણીને આવ્યો હાર્ટએટેકઃ માનપક્ષમાં ગમગીની પ્રસરી

ખંભાળિયાના આથમણાબારા ગામના યુવાનનું વિષપાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: ખંભાળિયા તાલુકાના આથમણાબારા ગામમાં રહેતા એક યુવાને અકળ કારણથી ઝેરના પારખા કર્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળિયાના મોવાણમાં પિતાના મામાની દીકરીના લગ્નમાં દાંડિયારાસ રમતા ગઢકા ગામના તરૂણીને હૃદયરોગનો હુમલો આવી જતા તેણીનું મૃત્યુ થયું છે.

ખંભાળિયા તાલુકાના આથમણાબારા ગામમાં વસવાટ કરતા ગંભીરસિંહ રવુભા પરમાર (ઉ.વ.૪૩) નામના યુવાને કોઈ અકળ કારણથી ગઈકાલે સવારે પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતાં ગંભીરસિંહને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારના અંતે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ રાજેન્દ્રસિંહ પરમારે પોલીસને જાણ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામમાં રહેતા સંધ્યાબેન અરવિંદભાઈ ડાભી (ઉ.વ.૧૬) નામના તરૂણી સોમવારે ખંભાળિયા તાલુકાના મોવાણ ગામમાં પોતાના પિતાના મામાના દીકરીના યોજાયેલા લગ્નપ્રસંગમાં રાખવામાં આવેલા દાંડિયારાસમાં રમતા હતા ત્યારે ઢળી પડ્યા હતા.

આ તરૂણીને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેઓનું હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પિતા અરવિંદભાઈ જેતાભાઈ ડાભીએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh