Advertisement
Author: નોબત સમાચાર

'ખાડા'ના વિકાસ નક્શામાં ઔદ્યોગિક ઝોન માટે ૩રર હેક્ટર જેટલી જમીન ફાળવવાની જોગવાઈ

બીજા જીઆઈડીસીના અભાવનો મળ્યો વિકલ્પ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રઃ 'ખાડા'ના વિકાસ નક્શામાં ઔદ્યોગિક ઝોન માટે ૩રર હેક્ટર જેટલી વિશાળ જમીન ફાળવવામાં આવતા ખંભાળિયામાં બીજી જીઆઈડીસીના અભાવનો વિકલ્પ મળ્યો છે.

તાજેતરમાં દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્ના દ્વારા ખંભાળિયા વિસ્તાર વિકાસ મંડળ ખાડાનો વિકાસ નક્શો બહાર પાડવામાં આવેલો, જેમાં અનેક વિકાસ આયોજનોની સો ખંભાળિયાના કંચનુપર તથા હરિપુર એમ બે સ્થળે ઔદ્યોગિક ઝોનમાં ૩રર હેક્ટર જેટલી વિશાળ જમીન નિયત કરવામાં આવતા સ્પેશ્યલ ઉદ્યોગ ઝોન હોય, ઉદ્યોગકારોને રાહત થઈ છે તથા લાંબા સમયની જી.આઈ.ડી.સી.ની માગ હતી તેનો પણ વિકલ્પ મળ્યો છે.

હાલ ખંભાળિયા જ્યારે જિલ્લો ન હતો પણ તાલુકો માત્ર હતો, ત્યારે નાનકડું જી.આઈ.ડી.સી. સલાયા રોડ પર હતું. જે પછી બીજું જી.આઈ.ડી.સી. ના થતાં ઉદ્યોગો નવા સ્થાપવા ખૂબ જ મશ્કેલી થતી હતી, તે પ્રશ્ન હવે નવા ખંભાળિયાના વિકાસ નક્શામાં હલ થઈ ગયો છે.

જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્ના દ્વારા આ આયોજનમાં ઉદ્યોગોના વિકાસ સાથે રોજગારીની તકો વધે તે આયોજનનો ખાસ ખ્યાલ રાખીને ઉદ્યોગ ઝોનમાં ૩રર હેક્ટર જમીન નવા વિકાસ મેપમાં રાખીને ઉદ્યોગકારો માટે જમીનનો પ્રશ્ન પણ હલ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh