Advertisement
Author: નોબત સમાચાર

હાલારના જિલ્લાઓની ૨૦૦૦ જેટલી સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે

પીજીવીસીએલ સર્કલ કચેરી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર પીજીવીસીએલ સર્કલ કચેરી દ્વારા આગામી સમયમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

પીજીવીસીએલ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે, એવા સમયે એક નવતર અભિગમ અમલમાં મૂકવામાં આવનાર છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી અંદાજે ૨૦૦૦ જેટલી સરકારી કચેરીઓમાં વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મીટર લગાવવાને કારણે હાલમાં જે મીટર રીડિંગ લઈને બીલ બજાવવાની ફરજ પડે છે તે પડશે નહીં, અને પેપરલેસ કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ઓફિસ દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર જે સ્માર્ટ મીટરનું રીડિંગ આવશે, તેનું બીલ પણ ત્યાંજ મોબાઈલ ઉપર જ તેમને કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલારમાં સ્માર્ટ મીટરની કામગીરી હાલ ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh