Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંબા અંતરની મુસાફરી વધુ આરામદાયક બનશેઃ
રાજકોટ તા. ૨૩: રાજકોટ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા રાજકોટ ડિવિઝનમાંથી કાર્યરત ચાર જોડી મુખ્ય એકસપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ખાસ કરીને અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને વધારાની જગ્યા મળશે અને લાંબા સમયની મુસાફરી વધુ સરળ બનશે.
ઓખા-શાલીમાર-ઓખા એકસપ્રેસ (૨૨૯૦૫-૨૨૯૦૬) ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા ૩ થી વધારીને ૪ કરવામાં આવી છે. આ વ્યવસ્થા ઓખાથી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ અને શાલીમારથી તા.૨૮ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં બનશે.
પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર એકસપ્રેસ (૨૦૯૬૮-૨૦૯૬૭) ટ્રેનમાં સામાન્ય શ્રેણીના કોચની સંખ્યા ૩ થી વધારીને ૪ કરવામાં આવી છે. આ ફેરફાર પોરબંદરથી તા.૨૮ એપ્રિલ ૨૦૨૬ અને સિકંદરાબાદથી તા.૨૯ એપ્રિલ ૨૦૨૬થી અમલી બનશે.
પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર એકસપ્રેસ (૧૨૯૪૯-૧૨૯૫૦) ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા ૨ થી વધારીને ૪ કરવામાં આવી છે. આ સુવિધા પોરબંદરથી તા. ૦૧ મે ૨૦૨૬ થી અને સાંતરાગાછીથી તા. ૩ મે ૨૦૨૬થી અમલી બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial