Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાળુઓના અવિરત પ્રવાહઃ રખડતા ઢોરનો ત્રાસઃ
દ્વારકા તા. ર૩: યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ હોય તેમ વિવિધ વિસ્તારોમાં આખલાઓ બાખડતા જોવા મળે છે. તાજેતરમાં ફૂલડોલ ઉત્સવ ખૂબ નજીક છે ત્યારે અને યાત્રાળુઓનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે, ત્યારે દ્વારકાધીશ મંદિર નજીક ગોમતી ઘાટ વિસ્તારમાં ફરી એકવાર આખલાઓનો આતંક જોવા મળ્યો હોય તેમ સાંકડી ગલીમાં ધીંગાણું મચાવતા આખલાને કારણે ભીડભાડવાળા વિસ્તારમાં યાત્રાળુઓના જીવ અદ્ધરતાલ થઈ ગયા હતાં. અચાનક મચેલા આખલાઓના સમરાંગણમાં આશરે સાત જેટલા યાત્રાળુઓ માંડ માંડ બચ્યા હતાં અને યાત્રિકોમાં દોડધામ મચી ગઈ હતી અને સદ્નસીબે જાનહાનિ ટળી હતી. આ સમગ્ર ઘટના સીસી ટીવીમાં કેદ થઈ હતી. નગર પાલિકા દ્વારા આખલાઓને પકડવા થોડા સમય પહેલા પ્રાઈવેટ કોન્ટ્રાક્ટ આપેલ છે, પરંતુ હજુ સુધી અસરકારક કામગીરી દેખાતી ન હોય ઠેર ઠેર આખલાઓનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial