Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિટી એ ડિવિઝનના સ્ટાફે વહેલી સવારે દરોડો પાડ્યોઃ
જામનગર તા. ૯: જામનગરના મોરકંડા રોડ પર રીઝવી પાર્ક પાસે આજે સવારે ચારેક વાગ્યે પોલીસે દરોડો પાડતા ત્યાંથી નવ શખ્સ ઘોડીપાસા વડે જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ, ત્રણ બાઈક મળી કુલ રૂા.૧,૩૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર રીઝવી પાર્ક પાસે આજે વહેલી સવારે કેટલાક શખ્સો એકત્ર થઈ ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળતા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.
ત્યાં ઘોડીના પાસા ફેંકી પૈસાની હારજીત કરતા હિતેશ મગનલાલ વાઢેર, ભગવતીપ્રસાદ ભગવાનદાસ જામવેચા ઉર્ફે મુન્નો સોની, હાજી અયુબ ખફી, અલી ઈબ્રાહીમ વારીયા, અયાન કાદર ચાકી ઉર્ફે બાબા, ભગવાનજી રામજીભાઈ પરમાર, અબુ આમદ ફૂલવડી, મહેન્દ્રસિંહ રૂપસિંહ જાડેજા ઉર્ફે મેંદુભા, ખલીલ ઈસ્માઈલ કોરા નામના નવ શખ્સને પોલીસે પકડી લઈ રૂા.૨૫૮૦૦ રોકડા, છ મોબાઈલ, ત્રણ બાઈક કબજે કરી લીધા છે. તમામ સામે જુગારધારાની કલમ ૧ર હેઠળ કાર્યવાહી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial