Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના આંબરડીમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા પાંચ શખ્સ એલસીબીની ગિરફતમાં

ભાણવડના આંબરડી તથા ઢેબરમાં વર્લીનો જુગારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: ખંભાળિયાના આંબરડી ગામમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા પાંચ શખ્સને એલસીબીએ પકડી લીધા હતા. જ્યારે ભાણવડના આંબરડી તથા ઢેબર ગામમાંથી બે શખ્સ વર્લીના આંકડા લખતા ઝડપાયા હતા.

ખંભાળિયા તાલુકાના આંબરડી ગામમાં એક ઝાડ નીચે ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકત્ર થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી મનસુખભાઈ ચનાભાઈ સાગઠીયા, નારણભાઈ માલદેભાઈ ખુંટી, ભીમશીભાઈ દેવશીભાઈ વસરા, નારણભાઈ જીવાભાઈ ભાટુ, ભોજાભાઈ મારખીભાઈ ભાટુ નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૦૭૦૦ રોકડા કબજે કરાયા છે.

ભાણવડ તાલુકાના આંબરડી ગામમાં ગઈકાલે સવારે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા ગોવિંદભાઈ હરદાસભાઈ સાદીયા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. જ્યારે ઢેબર ગામના ઝાપા પાસેથી કાસમ ઈબ્રાહીમભાઈ હિંગોરા નામનો શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh