Advertisement
Author: નોબત સમાચાર

હાલાર સહિત ગુજરાતમાં ધો. ૧૦ અને ધો. ૧રની પરીક્ષાઓનો પ્રારંભ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં ૧૫.ર૮ લાખ પરીક્ષાર્થી નોંધાયા છે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: રાજ્યમાં આજથી ધો. ૧૦-૧ર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યમાં આશરે ૧પ.ર૮ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાઓ માટે રાજ્યમાં વર્ગ ૧ તથા ર ના ૧૭૦૦ થી વધુ અધિકારીઓ, ૭પ થી વધુ ફ્લાઈંગ સ્ક્વોડ અને ૮પ હજારથી વધુ અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ કામે લાગ્યો છે.

ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથેઆજે સવારે પરીક્ષાનો પ્રારંભ થયો છે. તમામ વર્ગ ખંડમાં સીસી ટીવી કેમેરાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારાધો. ૧૦-૧ર ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આજે સવારે હાલારના બન્ને જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પૂર્વે વિદ્યાર્થીઓના મોઢા મીઠા કરાવી, કૂમ-કૂમ તિલક કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

જામનગરમાં ધો. ૧૦ મા ૧૭,૩૪૩, ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૧૯૦પ, અને ધો. ૧ર (સામાન્ય પ્રવાહ) માં ૯૧૬૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. ૧ર (વિજ્ઞાન પ્રવાહ) માં ૩૩૧, સામાન્ય પ્રવાહમાં ૩૯૬૦ અને ધો. ૧૦ માં ૯૧૩૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

બન્ને જિલ્લામાં શિક્ષણાધિકારી કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે, જે સવારે ૭થી રાત્રે ૮ વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવશે.

દેવભૂમિ દ્વારકામાં ધો. ૧૦ માટે૩૦૭ બ્લોક, ધો. ૧ર (સા.પ્ર.) માટે ૧૩૬ બ્લોકઅને વિજ્ઞાન પ્રવાહ માટે ૧૮ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝોનલ અધિકારી તરીકે ધો. ૧૦ મા કે.ડી. કંડોરિયા અને ધો. ૧ર માટે એસ.એન. માડમને જવાબદારી સોંપવામાં આવી છે.

દ્વારકામાં જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર તન્ના, જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા તેમજ જામનગરમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પરીક્ષાનું આયોજન થયું છે.

જામનગરમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર આજે સવારે ડી.સી.સી. હાઈસ્કૂલમાં ઉપસ્થિત રહ્યા હતાં અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમની સાથે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા પણ જોડાયા હતાં તેમજ વિદ્યાર્થીઓને કૂમ-કૂમ તિલક કરી, મોઢા મીઠા કરાવી પરીક્ષાર્થીઓને આવકારી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ ૧૮ માર્ચ સુધી ચાલશે. આ પરીક્ષાઓ માટે કુલ ૧૬૬૧ કેન્દ્રો, પરરર સ્કૂલ બિલ્ડીંગો અને પ૦,૯૯૧ બ્લોકમાં લેવાઈ રહી છે. રાજ્યમાં ધોરણ ૧૦ મા આ વખતે નિયમિત રિપિટર, આઈસોલેટેડ અને પ્રાઈવેટ સહિતની કેટેગરીઓ મળીને કુલ ૪,૯૮,૩૦પ પરીક્ષાર્થી ભાઈઓ અને ૪,૦૮,૮૭૦ પરીક્ષાર્થી બહેનો સહિત ૯,૦૭,૧૭પ પરીક્ષાર્થીઓ નોંધાયા છે, તેવી જ રીતે ધોરણ ૧ર માં રેગ્યુલર, રિપિટર, આઈસોલેટેડ વિગેરે કેટેગરીમાં ૬ર,૬૦૯ પરીક્ષાર્થી ભાઈઓ અને પ૬,૬પ૪ પરીક્ષાર્થી બહેનો સહિત ૧,૧૯,ર૬૩ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ વર્ષે ૭૩૦૦થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે.

આજે સવારથી ખુશનુમા માહોલમાં પરીક્ષાઓ શાંતિપૂર્વક શરૂ થઈ ગઈ છે, અને છેલ્લા અહેવાલો મળ્યા ત્યાં સુધીમાં હાલારમાં કોઈ કોપીકેસ નોંધાયો નથી.

આ વર્ષે ધોરણ ૧૦ અને ૧ર ના કુલ ૧પ.ર૮ લાખ પરીક્ષાર્થી અને દિવ્યાંગ પરીક્ષાર્થીઓ ઉપરાંત સંસ્કૃત પ્રથમાના ૬૮૦ અને મધ્યમાના ૬૬૧ સહિત આ વર્ષે પરીક્ષાર્થીઓની સંખ્યા ૧પ.૩પ લાખી વધુ થાય છે.

તમામ પરીક્ષા બેન્દ્રોમાં એક એક સીસી ટીવી, સુપરવાઈઝર પણ મૂકાયા છે.

આ વર્ષે રાજ્યમાં ૪૦૦ થી વધુ સંવેદનશીલ કેન્દ્રો માટે બોર્ડે ૭૬ જેટલી ચાર-ચાર સભ્યોની ફ્લાઈંગ સ્ક્વોડ તૈયાર કરી છે, જેમાં એક કન્વીનર અને ૩ સભ્યો હશે. દરેક જિલ્લામાં કલેક્ટર દ્વારા નિમાયેલા વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓ પણ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની સ્થાયી સ્ક્વોડ તરીકે મૂલાકાત લેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh