Advertisement
Author: નોબત સમાચાર

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'માં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સરદાર પટેલની ૧પ૦ મી જયંતીની ભવ્ય ઉજવણી

આજે સાંજે કેવડિયા પહોંચ્યા પછી પી.એમ.ના ભરચક્ક કાર્યક્રમો

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩૦: આજે અને કાલે ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રૂા. ૧ર૧૯ કરોડના વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટમાં દિલ્હી જેવી જ ભવ્ય પરેડનું આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદી આજે અને કાલે કેવડિયા, એક્તાનગરમાં યોજાનાર એક્તા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦ મી જન્મ જયંતી ૩૧ ઓક્ટોબરે એક્તાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦ મી જન્મ જયંતી ૩૧ ઓક્ટોબરે એક્તાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, આ વર્ષે સરદાર સાહેબની ૧પ૦ મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એક્તા દિવસની શાનદાર ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પેટર્ન પર રાષ્ટ્રીય એક્તા દિવસના અવસરે એક્તાનગરમાં પ્રથમ વખત ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન, વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા 'એકત્વ' થીમ આધારિત ૧૦ ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરે કેવડિયા એક્તાનગરમાં યોજાનાર એક્તા દિવસની ઉજવણીમાં સહભાગી થશે.

તેઓ આજે સાંજે પ-૩૦ કલાકે વડોદરાથી એકતા નગરમાં આવી પહોંચશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે તથા એક્તાનગરમાં રૂા. ૧ર૧૯ કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સરદાર સાહેબની ૧પ૦ મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકિટનું પણ અનાવરણ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh