Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલા બાથમબાથી કરીને હવે ભાઈબંધી... સોયાબિન ખરીદશે ચીન...!
બુસાવા તા. ૩૦: દ.કોરિયામાં ટ્રમ્પ અને શી જિનપીંગ વચ્ચે મુલાકાત પછી બન્ને દેશોએ તંગદિલી ઘટાડવા નવી પહેલ કરી છે અને પરસ્પર વ્યાપાર તથા ટેરિફને લઈને મહત્ત્વની જાહેરાતો કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગે આજે દક્ષિણ કોરિયામાં બેઠક કરી હતી. આ બેઠક ટ્રમ્પની ચીન પ્રત્યેની તમામ નારાજગી દૂર થઈ હોવાના સંકેત મળ્યા છે. તેમણે આ મુલાકાત બાદ ચીન પર ૧૦ ટકા ટેરિફ ઘટાડ્યો છે તો ચીને પણ અમેરિકા પાસેથી સોયાબિનની ખરીદી ફરી શરૂ કરવા સહમતિ દર્શાવી છે.
ઉલ્લ્ેખનિય છે કે, દક્ષિણ કોરિયાના બુસાવામાં બંનેની મુલાકાત છ વર્ષ પછી થઈ છે. બંને એશિયા-પેસેફિક આર્થિક સહયોગ (અપેક) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા.
રિપોર્ટ અનુસાર, શી જિનપિંગના આ પ્રવાસનો ઉદ્દેશ અમેરિકા-ચીન વેપાર અને સુરક્ષા પ્રતિસ્પર્ધક વચ્ચે સિઓલ અને વોશિંગ્ટન સાથે બેઈજિંગના ભાવિ સંબંધોનો પાયો મુકવાનો હતો.
શી જિનપિંગ સાથે મુલાકાત પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમારી મુલાકાત અત્યંત સફળ છે. ચીનના પ્રમુખને એક કઠોર વાર્તાકારની સાથે એક મહાન દેશના નેતા છે. અમે એક-બીજાને સારી રીતે જાણીએ છીએ. અમારી વચ્ચે હંમેશાથી સારા સંબંધ રહૃાા છે. મને લાગે છે કે, અમારી વચ્ચે આ મુલાકાત બાદ વધુ ગાઢ સંબંધ બંધાશે. અને તમારૂ અમારી સાથે જોડાણ સન્માનની વાત છે.
ટ્રમ્પે જિનપિંગ સાથે મુલાકાત પછી ચીનને રાહતો આપવાની શરૂઆત કરી દીધી છે. તેમણે ચીન પર લાગુ ૫૭ ટકા ટેરિફમાં ૧૦ ટકાનો ઘટાડો કર્યો છે. હવે ચીન પર ૪૭ ટકા ટેરિફ લાગુ થશે. થોડા સમય પહેલાં જ ટ્રમ્પે ચીન પર વધારાનો ૧૦૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. આ ટેરિફ ૧ નવેમ્બરથી લાગુ થવાનો હતો. આ સિવાય ચીન પર ૫૭ ટકા ટેરિફ તો હતો. ટ્રમ્પનું આ પગલું ચીન દ્વારા દુર્લભ ખનીજોની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધોની પ્રતિક્રિયા હતી.
ચીનના પ્રમુખે આ મુલાકાત અંગે જણાવ્યું કે, ટ્રમ્પને મળીને સારૂ લાગ્યું. વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થા વચ્ચે ક્યારેક-ક્યારેક મતભેદો થવા સામાન્ય છે. ચીનનો વિકાસ ટ્રમ્પના 'મેક ગ્રેટ અગેન યુએસએ'ના અભિગમ સાથે છે. અમે અમેરિકા-ચીનના વેપાર સંબંધો માટે એક મજબૂત આધાર બનાવવા માટે તેમની સાથે કામ કરવા તૈયાર છીએ.
ઉલ્લેખનીય છે, ગત સપ્તાહે બંને દેશોના વેપાર પ્રતિનિધિએ મલેશિયામાં આયોજિત એક બેઠકમાં વેપારની રૂપરેખા પર હસ્તાક્ષર કર્યા હતાં. જેનાથી ટ્રમ્પ અને શી વચ્ચે શિખર સંમેલનમાં બેઠક કરવાનો માર્ગ મોકળો બન્યો હતો. આમ પહેલા બાથંબાથી કર્યા પછી હવે બન્ને દેશોએ સંબંધો સુધારવા નવી પહેલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial