Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧.૮૧ કરોડની થઈ હતી છેતરપિંડીઃ
જામનગર તા. ૨: જામનગરના એક આસામીને દસ મહિના પહેલાં શેરબજારમાં રોકાણ કરવાથી તગડો નફો મળી શકે છે તેમ જણાવી કેટલાક શખ્સોએ રોકાણ માટે પ્રેર્યા પછી એક મહિનામાં રૂ.૧ કરોડ ૮૧ લાખનું રોકાણ કરાવી દીધુ હતું અને પાછળથી તે રકમ પરત આપી ન હતી. સાયબર ક્રાઈમ પોલીસે તેની શરૂ કરેલી તપાસમાં ફ્રોડ કરનાર વ્યક્તિઓને બેંક એકાઉન્ટ પૂરૃં પાડનાર શખ્સ પાટણમાંથી ઝડપાઈ ગયો છે.
જામનગરના એક સિનિયર સિટીઝન સાથે કેટલાક શખ્સોએ અગાઉથી કાવતરૂ રચી ગઈ તા.૩૦-૯-૨૪થી તા.ર૩-૧૦-૨૪ દરમિયાન રૂ.૧ કરોડ ૮૧ લાખની રકમ પડાવી લીધી હતી. આ શખ્સોએ કોઝ-વે નામની ફેક એપને સેબી માન્ય એપ બતાવી આ વૃદ્ધને શેરબજારમાં નફો કમાય આપવાની લાલચ બતાવી છેતરપિંડી આચરી હતી.
ઉપરોક્ત આરોપીઓએ જુદા જુદા વોટ્સએપ ગ્રુપ બનાવી વિવિધ બેંક ખાતાઓના ઉપયોગ કરી ઉપરોક્ત રકમ મેળવી લીધા પછી આ આસામીને તેઓની રોકેલી મૂડી પરત નહીં આપતા ચાલુ વર્ષમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી હતી.
આ ગુન્હાની તપાસ પીએસઆઈ આર.ડી. ટાંક તથા સ્ટાફના કે.વી. જાડેજા, ચિરાગ બસીયા વગેરે દ્વારા કરવામાં આવી રહી હતી જેમાં પાટણમાં વાગીનાથ ચોકમાં પ્રાર્થના રેસીડેન્સીમાં રહેતા વૈભવ હસમુખભાઈ પટેલ નામના શખ્સની સંડોવણી જણાઈ આવતા આ શખ્સને પકડી લેવામાં આવ્યો છે. આ શખ્સે ઉપરોક્ત ગુન્હામાં બેંક એકાઉન્ટ પૂરૃં પાડ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial