Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહાડી વિસ્તારોમાં ધોરીમાર્ગો અવરોધાયાઃ જમ્મુ-કાશ્મીરમાં લેન્ડ સ્લાઈડના કારણે એસડીએમ તથા પુત્રનુ મૃત્યુઃ રાજસ્થાનમાં કેટલીક સ્કૂલો બંધ
નવી દિલ્હી તા. ૨: હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મિર સહિત હિમાચલ ક્ષેત્રના વિસ્તારોમાં વાદળો ફાટયા હોય તેમ જ ભારે વરસાદ અને ભૂસ્ખલન થતા તબાહી મચી ગઈ છે. કેદારનાથ યાત્રામાં અવરોધ આવ્યો છે. તો ત્રીજી ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રાને સ્થગિત કરવી પડી છે. રાજસ્થાનમાં પણ કેટલી સ્કૂલો બંધ છે. લેન્ડ સ્લાઈડનો પથ્થર ગાડી પર પડતા એક એસડીએમ તથા તેના પુત્રનુ મૃત્યુ થયુ તથા અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલો છે.
ભારે વરસાદના કારણે પહાડી રાજ્યો તેમજ મેદાની વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા ૩ ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે. હિમાચલમાં ત્રણ જગ્યાએ ફરીવાર આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા હાલત બેહાલ થઈ ગઇ હતી.
બીજી તરફ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં કેદારનાથ યાત્રા ત્રીજા દિવસે પણ સ્થગિત રહી છે. હિમાચલમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે.
બીજી તરફ, રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ૧૬ જિલ્લાઓની શાળાઓ બંધ કરવામાં આવી છે.
શુક્રવારે હિમાચલની લાહૌલ ખીણમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા હતા. સવારે ટીંડી નજીક પુહરે નાલામાં પૂરને કારણે એક વાહન કાટમાળમાં ફસાઈ ગયું હતું. પૂરને કારણે ઉદયપુર-કિલાડ રોડ પણ બંધ થઈ ગયો હતો, જેને સાંજે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.
બીજી ઘટના લાહૌલની યાંગલા ખીણમાં બની હતી. જ્યાં લોકોએ પૂરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. વાદળ ફાટવાની ત્રીજી ઘટના લાહૌલના જીસ્પાહમાં બની હતી. કાંગડા જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે સાત પશુઓના વાડા અને બે ઘર ધરાશાયી થયા. હરિપુર તાલુકાના ગુલેર ગામમાં ટેકરા પરથી પડી જવાથી ૭૬ વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. કાદવની સ્થિતિ વધવાને કારણે, ચંબાના બાજોલી-હોલી અને ગ્રીનકો બુધિલ જળવિદ્યુત પ્રોજેક્ટ સલામતીના કારણોસર અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે.
બીજી તરફ મંડીમાં પંડોહ નજીક કૈંચીમોદ અને બિલાસપુરમાં સમલેટુ ખાતે ભૂસ્ખલનને કારણે કીતરપુર-મનાલી ફોર લેન રોડ લગભગ નવ કલાક માટે અવરોધિત રહૃાો હતો. આ કારણે ફોર લેન રોડની બંને બાજુ સેંકડો વાહનો ફસાયેલા રહૃાા હતાં.
ભૂસ્ખલનના કારણે ચંદીગઢ-મનાલી- લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સોલંગનાલાથી અટલટન સુધીનો રસ્તો બંધ છે. છેલ્લા ૩ દિવસમાં ભારે વરસાદથી કુલ ૨૮૯ રસ્તાઓ પ્રભાવિત થયા છે.
જમ્મુ અને કાશ્મીરમાં પણ સતત વરસાદ ચાલુ છે. ગઈકાલે રાત્રે રિયાસી જિલ્લામાં એક સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ)ની કાર ભૂસ્ખલનનો ભોગ બની હતી. તેમની કાર પર અચાનક એક પથ્થર પડયો હતો. આ અકસ્માતમાં એસડીએમ અને તેમના પુત્રનું મૃત્યુ થયું હતું. તેમની પત્ની અને બે અન્ય લોકો ઘાયલ થયા હતાં.
રાજસ્થાનમાં આજે પણ ૧૧ જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. હનુમાનગઢ અને સીકરમાં વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં એક દિકરી અને એક યુવાનનું મોત થયું છે.
આજે હવામાન વિભાગે આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળમાં વરસાદ માટે રેડ એલર્ટ અને બિહાર, અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહિત ૧૯ રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરના સ્વેના અને નારસુ બ્લોકને જોડવા માટે રૂ.૧.૫૮ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ એક નિર્માણાધીન ફૂટબ્રિજ ભારે વરસાદ દરમિયાન તૂટી પડ્યો. ઉધમપુરના અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજિન્દર સિંહે જણાવ્યું હતું કે, આ પુલ દોઢ વર્ષથી નિર્માણાધીન હતો. ઉદ્ઘાટન પહેલા જ વરસાદને કારણે પુલ તૂટી પડ્યો છે.
તાજા અહેવાલો મુજબ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રા ફરી શરૂ થઈ છે. ગઈકાલે ભૂસ્ખલનને કારણે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેનો પગપાળા રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તા પરથી કાટમાળ હટાવ્યા પછી યાત્રા ફરી શરૂ થઈ છે.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પંડોહ ડેમ પાસે શનિવારે સવારે ૪ વાગ્યે ભૂસ્ખલન થયા બાદ ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-૩) બંધ થઈ ગયો છે.
છત્તીસગઢમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ પછી, ભારે વરસાદનો તબક્કો ફરી શરૂ થઈ શકે છે. રાયપુરમાં શનિવારે સવારે ઝરમર વરસાદ પડ્યો, સવારે પણ ઝરમર વરસાદ પડ્યો. હવામાન વિભાગે આજે બેમેતારા, રાયગઢ, કોરિયા, સૂરજપુર સહિત ૧૦ જિલ્લાઓમાં વીજળી સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે.
હિમાચલ પ્રદેશના મોટાભાગના ભાગોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ પડી રહૃાો છે. જેના કારણે શિમલા, કુલ્લુ અને મંડીમાં ઘણું નુકસાન થયું છે. મંડીમાં કૈંચી વળાંક પાસે ભૂસ્ખલનને કારણે ચંદીગઢ-મનાલી ચાર માર્ગીય માર્ગ ફરીથી બંધ થઈ ગયો છે. આના કારણે ડઝનબંધ વાહનો રસ્તાની બાજુમાં ફસાયેલા છે. કુલ્લુમાં મલાણા નદી પર બનેલા બંધના બાંધકામમાં રોકાયેલ મશીનરી ગઈકાલે સાંજે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
હરિયાણાના ૫ જિલ્લાઓમાં શનિવારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આમાં પંચકુલા, અંબાલા, યમુનાનગર, નૂહ અને પલવલનો સમાવેશ થાય છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ શનિવારે સવારે ૮:૩૦ વાગ્યા સુધી ૩ કલાકનું ફ્લેશ એલર્ટ પણ જારી કર્યું હતું. તેના કારણે ૯ જિલ્લાઓમાં ભારે પવન, વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. હિસારમાં પણ સવારથી જ વરસાદ પડી રહૃાો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial