Advertisement
Author: નોબત સમાચાર

'નો હોકીંગ ઝોન' અને 'વન-વે'ની કડક અમલવારી કરવા રજૂઆત

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગરમાં દરબારગઢથી ચાંદીબજાર આવતો માર્ગ વન-વે છે, તેમજ દરબારગઢથી બર્ધન ચોક-માંડવી ટાવરનો માર્ગ પણ વન-વે છે. આ ઉપરાંત માંડવી ટાવર, બર્ધનચોક, દરબારગઢ વિસ્તારને હાઈકોર્ટ દ્વારા 'નો હોકીંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.

આગામી દિવાળીના તહેવારો દરમિયાન આ વિસ્તારોમાં ભારે ભીડ જમા થશે, તહેવારો સિવાય પણ કાયમ માટે અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટે છે ત્યારે તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને લોકોને અવરજવરમાં, પાર્કિંગમાં સારી વ્યવસ્થા મળે તે માટે વન-વે તથા નો હોકીંગ ઝોનની કડકમાં કડક અમલવારી કરવા બર્ધનચોક વ્યાપારી એસોસિએશને જિલ્લા કલેક્ટર તથા એસ.પી.ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ વિસ્તારમાં મહિલાઓ, બાળકો, વડીલો આવતા હોય છે. આ વિસ્તારમાં લાયસન્સ વગર ખૂલ્લેઆમ હલકી ગુણવત્તાના ફટાકડા પથારાવાળા/ રેંકડીવાળા વેંચતા હોય છે જ્યાં કોઈપણ જાતના સલામતિના નિયમોનું પાલન થતું નથી. અહીં લાયસન્સ વગર ફટાકડાનું વેંચાણ ન થાય તે માટે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત આ વિસ્તારના માર્ગો પર બેરીકેડ નહીં લગાડવા પણ સજ્જડ ટ્રાફિક બંદોબસ્ત ગોઠવવા, વન-વેની અમલવારી સાથે માર્ગો ખૂલ્લા રાખવા પણ એસોસિએશને રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh