Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમવારે રાત્રે સર્જાયો અકસ્માતઃ
જામનગર તા. ૧૨: ખંભાળિયાના દાતા ગામ પાસે સોમવારે રાત્રે મોટર આડે ભુંડ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મોટરચાલકનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામના ગોવિંદભાઈ વિક્રમભાઈ ચાવડા નામના પ્રૌઢ જીજે-૩૭-એબી ૯૩૩૩ નંબરની મોટરમાં દાતા ગામ પાસે આવેલા પોતાના ખેતરે ગયા પછી સોમવારની રાત્રે પરત ફરતા હતા. તેઓ જ્યારે દાતાની ગોળાઈમાં પહોંચ્યા ત્યારે રોડ પર ભંુડ આડુ ઉતરતા તેને બચાવવા જતા મોટર ડિવાઈડર સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં ગોવિંદભાઈને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. આહિર સિંહણના અશ્વિનભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial