Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૩ લાખ વળતર પેટે ચૂકવવા આદેશઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક આસામી સામે રૂ।.૩ લાખના ચેક પરતની એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનું વળતર ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.
જામનગરના વીણાબેન જોષી નામના મહિલા પાસેથી રૂ।.૩ લાખ પિયુષ મોહનભાઈ લુદરીયાએ હાથઉછીના લઈ તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો.
આ શખ્સ સામે વીણાબેન જોષીએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે ફરિયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પિયુષ મોહનભાઈ લુદરીયાને એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યાે છે. આ શખ્સ સામે અગાઉ પણ ચેક પરતની ફરિયાદો થઈ હતી અને તેમાં સજા થઈ હતી. સજાના હુકમ સામે કરાયેલી અપીલો પણ અદાલતે નકારી હતી. ફરિયાદી તરફથી વકીલ મંગલ શાહ, ધ્યેય શાહ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial