Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અહીં 'નલ સે જલ' યોજના નથી...!
ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયા તાલુકાની સૌથી મોટી ધરમપુર ગ્રામ પંચાયતના વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તે છે. ગ્રામ પંચાયત દ્વારા પાંચ વર્ષથી પાણી પૂરવઠા તંત્રમાં રૂ. ૭૫ લાખ જમા કરાવી દીધા છે. પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ધરે ધરે 'નલ સે જલ' યોજના આ વિસ્તારમાં શું અમલમાં નથી તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
ખંભાળીયાના ધરમપુરમાં કરોડોના ખર્ચે પાણી પૂરવઠા તંત્ર દ્વારા પીવાના પાણીની યોજના બની, જેમાં ૨૦ ટકા ગ્રામજનોના અને ૮૦ ટકા સરકારના એમ યોજના બનેલી તથા આ માટેની લાઈનો પણ નાખવામાં આવી હતી.
૭૫ લાખ પાંચ વર્ષથી ભરેલા છે...!!
ધરમપુર મોટો વિસ્તાર ખંભાળીયા શહેરથી પણ ચારેક ગણો મોટો ફેલાવા વાળો વિસ્તાર હોય, વાડઓમાં લોકો રહેતા હોય ત્યાં પણ પાણીના પંપ, ટાંકા તથા લાઈનો પહોંચાડીને પીવાનું પાણી નળમાં આવે તેવું આયોજન કર્યું, તથા ટેસ્ટીંગ કરી કરીને પાણીનું વિતરણ પણ કેટલાક સ્થળોએ ચાલુ થયું છે, પણ હજુ મોટો વિસ્તાર પીવાના પાણીથી વંચિત હોય પોતાના જળસ્ત્રોતનો પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ છે, ત્યારે આ પ્રશ્ન હલ થાય તે માટે ૨૦૨૦માં લોકોએ સ્વખર્ચે પાણી માટે ૨૦ ટકા લેખે રૂ. ૭૫ લાખ જેવી મોટી રકમ લોકફાળામાં ભેગી કરીને આપી પણ હજુ અનેક વિસ્તારો પાણી વગરના છે. લાઈનો પહોંચી છે ત્યાં સુધી સંપ કે ટાંકામાથી પાણી પહોંચતું જ નથી અને ટેસ્ટીંગમાં ટેકનિકલ ફોલ્ટ હોય તેવી લાઈનો તુટી જવી સંપમાંથી પાણી લીકેજ થવું જેવી સમસ્યાઓ ચાલે છે.
પાંચ પાંચ વર્ષથી પૈસા ભર્યા હોવા છતાં પીવાનું પાણી ન મળતા સૌથી મોટી ગણાતી એવી ધરમપુર ગ્રામ પંચાયતના લોકોની મુશ્કેલ સ્થિતિ થઈ છે, તો વળી આ વર્ષે અડધું ચોમાસુ વિતવા છતાં હજુ જોઈએ તેવો વરસાદ પણ ન થતા લાંબુ ખેંચાયુ હોવાથી હાલના જળ સ્ત્રોત ખૂટી જતા ટેન્કરો ચાલુ કરવાની સ્થિતિ સર્જાશે.
ધરમપુરના સરપંચ રાકેશભાઈ નકુમ દ્વારા તેમની ટીમ સાથે જે વિસ્તારોમાં લાઈનો નખાઈ છે ત્યાં ટેસ્ટીંગ કરીને પાણી વિતરણ શરૂ કરવા માટે પ્રયાસો ચાલુ જ રખાયા છે, પણ ટેકનિકલ ખામી હોય, લાઈનો વારંવાર તૂટી જતા પરેશાની થતી હોય, કાયમી હલ લાવવા ગ્રામજનોની માંગણી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial